VIDEO: NEWS AFTERNOON / વિશ્વભરમાં US વિઝા ઇન્ટરવ્યુ સ્થગિત, કૉંગ્રેસ કાઉન્સિલરના ઘર પર ફાયરિંગ, ગુજરાતના રાજકારણમાં પેઢીગત બદલાવના સંકેત
ભારત-ચીન સરહદ વાટાઘાટો
NSA અજિત ડોભાલે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે ૨૫મા રાઉન્ડની વાટાઘાટો યોજી. ગલવાન અથડામણ બાદ સંબંધો સુધારવા અને સરહદ પર શાંતિ-સ્થિરતા જાળવવા બંને પક્ષોએ ભાર મૂક્યો.
વિશ્વભરમાં US વિઝા ઇન્ટરવ્યુ સ્થગિત
ટ્રમ્પ પ્રશાસને ગ્લોબલ ટ્રેનિંગ પ્રોગ્રામ લાગુ કરવા વિશ્વભરના અમેરિકન દૂતાવાસોમાં વિઝા એપોઇન્ટમેન્ટ્સ અટકાવી કે સમય બદલ્યો છે. સેવાઓ ક્યાં સુધી પ્રભાવિત રહેશે તેની કોઈ સમયમર્યાદા જાહેર કરાઈ નથી.
ઇસ્લામાબાદની હોસ્પિટલમાં ભીષણ આગ
પાકિસ્તાનની PIMS હોસ્પિટલના નવજાત શિશુ વોર્ડમાં AC કોમ્પ્રેસર બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી. વોર્ડમાં હાજર ૧૬માંથી ૧૫ નવજાત શિશુઓના કરૂણ મોત થયા છે, જ્યારે માત્ર ૧ બાળકને બચાવી શકાયું. સુરક્ષા એજન્સીઓએ આ ગંભીર બેદરકારી અંગે તપાસ હાથ ધરી છે.
કૉંગ્રેસ કાઉન્સિલરના ઘર પર ફાયરિંગ
નાગપુરમાં કૉંગ્રેસ કાઉન્સિલર શુભમ મોટઘરેના ઘરે મોડી રાત્રે અજાણ્યા બાઇકચાલકોએ ગોળીબાર કર્યો. પરિવાર હાજર હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
તેલંગાણામાં ભયાનક અકસ્માત
તેલંગાણાના સૂર્યાપેટ હાઈવે પર લોખંડના સળિયા ભરેલા કન્ટેનરમાં ખાનગી બસ ઘૂસી જતાં ૫ મુસાફરોના મોત થયા છે અને ૨૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે રેસ્ક્યૂ કરી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે.
ડુંગળીના ભાવમાં ભડકો
અમદાવાદમાં આવક ૨૦૦ ટન ઘટતાં ડુંગળીના ભાવ ₹૭૦થી ₹૮૦ પ્રતિ કિલોએ પહોંચ્યા છે. વેપારીઓ અનુસાર, આગામી બે મહિના સુધી ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી.
ગુજરાતના રાજકારણમાં પેઢીગત બદલાવના સંકેત
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો Gen-Z મતદારોને રીઝવવા યુવા ચહેરાઓને તક આપવાની તૈયારીમાં છે. ૫૫થી વધુ વય ધરાવતા અને બેથી વધુ ટર્મ જીતેલા દિગ્ગજોનું પત્તું કપાઈ શકે છે.

