Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Fears of more than 10,000 deaths due to terrible earthquake in Venezuela, Air India flight enters Pakistan border, rain alert in 17 states including Gujarat

AFTERNOON BULLETIN: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી 10000થી વધુના મોતની આશંકા, પાકિસ્તાન સરહદમાં ઘૂસી એર ઇન્ડિયાની ફ્લાઇટ, ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી 10000 થી વધુના મોતની આશંકા

App Store

દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં બુધવારે આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે! USGSના રિપોર્ટ અનુસાર, આ આફતમાં દસ હજારથી વધુ લોકોના મોતની આશંકા છે. વેનેઝુએલામાં ૭.૧ અને ૭.૫ની તીવ્રતાના મહાવિનાશક ભૂકંપ બાદ ભારત, જાપાન અને નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે, સદનસીબે અન્ય દેશોમાં કોઈ મોટા જાનમાલના નુકસાનના અહેવાલ નથી."

 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા

ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર થતાં જ લાંબા સમયથી બંધ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'નો દરિયાઈ માર્ગ ખુલી ગયો છે. ગેસ અને ક્રૂડ ઓઈલ ભરેલા ભારત તરફ આવતા ૩૦થી વધુ જહાજો હોર્મુઝ પાર કરી ચૂક્યા છે, જેનાથી દેશમાં LPG-LNGની મુસીબત હવે ખતમ થઈ જશે!"

 પાકિસ્તાન સરહદમાં ઘૂસી એર ઇન્ડિયાની ફ્લાઇટ

દિલ્હીથી અમૃતસર જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન લેન્ડિંગ દરમિયાન રનવેની સમસ્યાને કારણે અટારી બોર્ડર પાર કરીને પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશી ગયું હતું! જોકે, માત્ર ૨ મિનિટમાં જ વિમાન સુરક્ષિત રીતે દિલ્હી ડાયવર્ટ કરાયું હતું. DGCA એ આ મામલે તપાસ શરૂ કરી છે."

પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાના સંકેત

"મોંઘવારીના જમાનામાં વાહનચાલકો માટે રાહતના સમાચાર છે! ઓઈલ માર્કેટમાં ઈરાનની એન્ટ્રી થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ તળિયે બેસી ગયા છે. કાચા તેલની કિંમતોમાં આ આકસ્મિક ઘટાડા બાદ હવે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાની પૂરેપૂરી શક્યતા છે."

નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન

"NEET પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું છે કે સિસ્ટમના રક્ષકો જ ભક્ષક બન્યા હતા. જોકે, તેમણે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી નહીં બને તેવો દાવો કરવાનો સાફ ઇનકાર કર્યો છે, પણ આગામી સમયમાં પરીક્ષા કમ્પ્યુટરાઈઝ્ડ પદ્ધતિથી લેવાની જાહેરાત કરી છે."

દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો!

"અમરેલીના ખાંભાના ચતુરી ગામેથી કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે. ગત રાત્રે એક સિંહણે દાદાની નજર સામેથી જ ૫ વર્ષના માસૂમ બાળકને ઝૂંટવીને મોતને ઘાટ ઉતારી દીધો. છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટનાથી લોકોમાં ભારે ફફડાટ છે."

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

ગુજરાત સહિત દેશના 17 રાજ્યો માટે હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે! આગામી કલાકોમાં ૮૦થી ૮૫ કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આશંકા છે. આ ખરાબ હવામાનને જોતા તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા ખાસ સલાહ આપવામાં આવી છે."

સુરેન્દ્રનગરમાં બોગસ કોલેજનો પર્દાફાશ

"ચોટીલાના જાનીવડલા ગામમાં એક પણ વિદ્યાર્થી વગર કરોડોની સરકારી ગ્રાન્ટ સેરવી લેવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે! પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આરોપ લગાવ્યો છે કે રાજકોટના વિદ્યાર્થીઓના ખોટા નામ દર્શાવી શિક્ષણને વેપાર બનાવાયો છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર હજુ મૌન છે!"