EVENING BULLETIN: PMOને પણ રામ મંદિરના દાનનો હિસાબ આપવા ઈનકાર, MVA બેઠકમાંથી 23 ધારાસભ્યો ગેરહાજર, ભાજપના કોર્પોરેટરે જ અધિકારીઓને ઘેર્યા
'પરમાણુ હથિયાર જ ત્રીજું વિશ્વ યુદ્ધ રોકશે'
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મોટું નિવેદન! તેમણે કહ્યું કે, વૈશ્વિક સુરક્ષા નબળી પડતાં હવે માત્ર 'ન્યુક્લિયર ડિટરેન્સ' જ દુનિયાને ત્રીજા વિશ્વ યુદ્ધના મોટા જોખમથી બચાવી શકે છે.
US ગ્રીન કાર્ડ ધારકો માટે ચિંતા
અમેરિકન સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલા ગ્રીન કાર્ડ ધારકો ભારતની મુલાકાત બાદ પરત ફરશે, ત્યારે એરપોર્ટ પર જ તેમનો પુનઃપ્રવેશ અટકાવી દેશનિકાલનું જોખમ વધી શકે છે.
MVA બેઠકમાંથી 23 ધારાસભ્યો ગેરહાજર
શિવસેનાના ૬ સાંસદોના બળવા બાદ હવે મહાવિકાસ અઘાડીની બેઠકમાંથી પૂરા ૨૩ ધારાસભ્યો ગાયબ હતા. આટલું જ નહીં, ખુદ વરિષ્ઠ નેતા શરદ પવાર પણ આ મહત્વની બેઠકથી દૂર રહેતા ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી છે અને ગઠબંધન તૂટવાની આશંકા સેવાઈ રહી છે!"
PMOને પણ રામ મંદિરના દાનનો હિસાબ આપવા ઈનકાર
અયોધ્યા રામ મંદિરમાં કરોડોના દાન અને સોના-ચાંદીની હેરાફેરી મામલે મોટો ખુલાસો! PMO દ્વારા મગાવાયેલા આવક-ખર્ચના હિસાબ સામે ટ્રસ્ટે SIT તપાસનું બહાનું ધરી વિગતો આપવાનો ઇનકાર કરી દીધો છે.
AMC કમિટીઓની જાહેરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧૧ મહત્વની કમિટીઓના ચેરમેન પદની વરણી સાથે સસ્પેન્સનો અંત આવ્યો છે. સાથે જ વી. એસ. હોસ્પિટલના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને સ્ટાફ સિલેક્શન કમિટીના ચેરમેન પણ નીમી દેવાયા છે. જોકે, સામાન્ય સભા પહેલાં શહેર ભાજપ અધ્યક્ષે તમામ કોર્પોરેટરોને ટકોર કરી હતી.
ભાજપના કોર્પોરેટરે જ અધિકારીઓને ઘેર્યા
રાજકોટ જનરલ બોર્ડમાં મોટો ડ્રામા! ભાજપના જ કોર્પોરેટર કેતન પટેલે ટાઉન પ્લાનિંગ શાખા સામે સવાલો ઉઠાવ્યા, સંતોષકારક જવાબ ન મળતાં કમિશનરે બે દિવસમાં રિપોર્ટ માંગ્યો.
શિક્ષણ વ્યવસ્થાથી નારાજ વાલીઓએ શાળાને માર્યા તાળા
ડાંગના જામનપાડા ગામમાં વાલીઓમાં રોષ છે. ધોરણ ૧ થી ૫માં માત્ર ૧૧ વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષક વારંવાર બદલાતા અને અનિયમિત આવતા હોવાના આક્ષેપ સાથે શાળાને તાળાબંધી કરાઈ.
સુરત ડિમોલિશન વિવાદ
સુરતના નાસીરનગરમાં થયેલું ડિમોલિશન હવે એક મોટા કૌભાંડ તરફ ઈશારો કરી રહ્યું છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ દાવો કર્યો છે કે, જ્યાં બુલડોઝર ફેરવવામાં આવ્યા તે જમીન સરકારી કે પાલિકાની નહીં, પરંતુ ખાનગી માલિકીની છે. આ ડિમોલિશન પાછળ મોટા બિલ્ડરો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત હોવાનો સીધો આરોપ લગાવ્યો છે.

