Video: EVENING BULLETIN / યુએસ ચૂંટણી પરિણામો પર ઈરાનનો પલટવાર, દિવાળી પૂર્વે અમૂલ ઘી-બટરના ભાવમાં ભડકો, નસવાડી પંચાયતમાં ભારે હોબાળો

સોર્સ: gstv

હોર્મુઝમાં ભારતીય જહાજોને લીલી ઝંડી

ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારત માટે મોટા રાહતના સમાચાર. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતીય જહાજોને કોઈ પણ રોકટોક વિના પસાર થવાની મંજૂરી આપી દીધી છે. ભારત ઉપરાંત ચીન, ઈરાક અને કતારના જહાજો પણ હવે સુરક્ષિત રીતે આ દરિયાઈ માર્ગેથી અવરજવર કરી શકશે.

યુએસ ચૂંટણી પરિણામો પર ઈરાનનો પલટવાર

અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની હાર પર ઈરાનનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ઈરાની સંસદના સ્પીકરે કહ્યું કે અમેરિકાની જનતાએ મોંઘવારી અને યુદ્ધની રાજનીતિને ફગાવીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ઈરાને અમેરિકન નાગરિકોના આ નિર્ણયને શાંતિનું સમર્થન ગણાવ્યું છે.

જાહેરાત

અગ્નિવીરોની સેવા મુદ્દતમાં ૨ વર્ષનો વધારો

ભારતીય સેનાના અગ્નિવીરો માટે સારા સમાચાર. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે અગ્નિવીરોનો કાર્યકાળ ૪ વર્ષથી વધારીને ૬ વર્ષ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ૪ વર્ષ પૂર્ણ કરનારા ૭૫ ટકા જવાનોને વધારાના ૨ વર્ષની સેવા મળશે, જેમાં વધેલા પગાર-ભથ્થાં ઉપરાંત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓને કાયમી થવાની તક મળશે.

દિવાળી પૂર્વે અમૂલ ઘી-બટરના ભાવમાં ભડકો

દિવાળી પહેલાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. અમૂલે ઘીના ૧ કિલો પેક પર સીધા ૫૦ રૂપિયા અને ૫૦૦ ગ્રામ બટર પર ૧૫ રૂપિયાનો વધારો ઝીંક્યો છે. ભાવવધારાની સાથે-સાથે બજારમાં ગાયના ઘીની તંગી સર્જાતાં તહેવારોની મીઠાઈ અને વાનગીઓ બનાવવી હવે વધુ મોંઘી સાબિત થશે.

નસવાડી પંચાયતમાં ભારે હોબાળો

નસવાડી ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત વખતે લોકશાહીનું ચીરહરણ. ૨૦૦ લોકોના ટોળાએ પંચાયત કચેરી પર ઘસી આવી સભ્યોની ગાડીઓ પર પથ્થરમારો કર્યો અને મહિલા સભ્યોને હોલમાં પૂરી તાળું મારી દીધું. વહીવટી તંત્ર અને પોલીસ બંદોબસ્તના અભાવે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો.

આ સમાચાર શેર કરો

જાહેરાત