Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Double blow to Donald Trump, red alert for rain in Gujarat, will Subhash Bridge be demolished now?

NEWS AFTERNOON: ડોનાલ્ડ ટ્રમ્પને ડબલ ઝટકો, ગુજરાતના 4 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, સુભાષ બ્રિજ હવે સંપૂર્ણ તોડવાની નિષ્ણાતોની ભલામણ

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ડોનાલ્ડ ટ્રમ્પને ડબલ ઝટકો: લોકપ્રિયતા ગગડી!

App Store

ઈરાન નીતિ વિરુદ્ધ અમેરિકન સેનેટમાં સૈન્ય કાર્યવાહી રોકવાનો પ્રસ્તાવ 50-48થી પસાર થતાં ટ્રમ્પની નૈતિક હાર થઈ છે. બીજી તરફ, મોંઘવારી, કડક ઈમિગ્રેશન અને યુદ્ધના માહોલથી નારાજ જનતા વચ્ચે ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ ઘટીને ૪૭%થી સીધું ૩૪%ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયું છે.

ઈથેનોલવાળું પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત: કેન્દ્ર સરકાર

ઇન્ટરનેટ પર ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી એન્જિન બગડવાના અને કીડીઓ ભેગી થવાના વાઇરલ વીડિયોને સરકારે પાયાવિહોણા ગણાવ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ૨૦% ઈથેનોલવાળું પેટ્રોલ એટલે કે E-20 સંપૂર્ણપણે સુરક્ષિત છે, જેનાથી દેશે ₹૧.૪૦ લાખ કરોડની વિદેશી મુદ્રા બચાવી છે.

મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ

મુંબઈમાં ૧૩ દિવસ મોડું ચોમાસું બેસતાં જ ૫ કલાકમાં ૯૯ મીમી વરસાદથી જળબંબોળ સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, ગુજરાતના ૧૯ તાલુકા ભીંજાયા છે, જેમાં ડાંગ અને ગોંડલમાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે ગુજરાતના ૪ જિલ્લામાં રેડ અને ૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

સુભાષ બ્રિજ હવે સંપૂર્ણ તોડાશે!

અમદાવાદના ૬૦ વર્ષ જૂના સુભાષ બ્રિજના માત્ર સુપર સ્ટ્રક્ચરને જ નહીં, પણ હવે પીલર સહિત આખા બ્રિજને તોડી પાડવાની નિષ્ણાતોએ ભલામણ કરી છે. ગર્ડરમાં ગંભીર તિરાડો દેખાતા આ નિર્ણય લેવાયો છે, જેમાં અંદાજે ₹4થી 5 કરોડનો વધારાનો ખર્ચ થશે.

જામનગરમાં સરકારી ટીમ પર જીવલેણ હુમલો!

જામનગરના અંબર ચોકડી પાસે દબાણ હટાવતી મનપાની ટીમ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી અને મરચાની ભૂકી ફેંકી જીવલેણ હુમલો કર્યો છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ચેતવણીના ગણતરીના કલાકોમાં જ બનેલી આ ઘટનાએ કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ભાવનગરમાં જીએસટીના દરોડા: 1.50 કરોડનો દંડ!

ભાવનગરમાં જાણીતી પેઢી 'કોસમોસ કોમ્પ્યુટર' પર સ્ટેટ જીએસટી વિભાગનું ૪ દિવસ ચાલેલું મેગા સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે. મુખ્ય ઓફિસ સહિત ૪ શાખાઓ પર દરોડા પાડી, ટર્નઓવરની વિગતો છુપાવી કરચોરી પકડતાં વિભાગે પેઢીને ₹1.50 કરોડનો ટેક્સ ભરવા આદેશ કર્યો છે.

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ફરી રેગિંગનો વિવાદ!

ઓર્થોપેડિક વિભાગ બાદ હવે ગાયનેક વિભાગમાં પણ રેગિંગની બેનામી ફરિયાદ સામે આવી છે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટર્ન પાસે જમવાના બિલના પૈસા ઉઘરાવવાનો આક્ષેપ છે. તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જોકે હજુ સુધી કોઈએ સત્તાવાર પુષ્ટિ કરી નથી.