Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Crude prices crash!, China's new plan, big crisis for India!, China's new plan, terrible accident in Vadodara

NEWS AFTERNOON: ક્રૂડના ભાવમાં કડાકો!, ચીનનો નવો પ્લાન, ભારત સામે મોટું સંકટ! વડોદરામાં ભયાનક અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ક્રૂડ ઓઇલના ભાવ ધડામ: 4 દિવસમાં 16%નો કડાકો; ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા

App Store

અમેરિકા-ઇરાન વચ્ચેના સંભવિત કરારને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ૧૬% ઘટીને ત્રણ મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યા છે. બ્રન્ટ ક્રૂડ ૭૯ ડૉલરની નીચે આવતા, ભારતનું આયાત બિલ ઘટશે અને આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની પૂરી શક્યતા છે.

PM મોદીએ ટ્રમ્પ સમક્ષ ખલાસીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું ઘણા ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો

G-7 સમિટમાં પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરીમાં વૈશ્વિક વિશ્વાસ અને સુરક્ષા પર ભાર મૂક્યો. તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય ખલાસીઓના મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી અને વૈશ્વિક અર્થતંત્રના હિત માટે દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવા અપીલ કરી.

ચીનની ફરી ચાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કરવાનું શરુ કર્યું, ભારત સામે મોટું સંકટ

ચીને ભારતીય સરહદથી માત્ર ૫૦ કિલોમીટર દૂર યારલુંગ ત્સાંગપો નદી પર વિશ્વના સૌથી મોટા ડેમનું નિર્માણ શરૂ કર્યું છે. આનાથી અરૂણાચલ અને અસમમાં પૂર તેમજ પાણીની અછતનું સંકટ વધી શકે છે. જોકે, ભારત સરકાર સેટેલાઇટ દ્વારા આ ચાલબાજી પર કડક નજર રાખી રહી છે.

રામ મંદિરમાંથી 40 દાનપેટી અને 2 કિલો સોનાની ગદા ગુમ

અયોધ્યા રામ મંદિરની દાનપેટીઓમાંથી કરોડો રૂપિયા અને સોના-ચાંદીની ચોરીના આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે. સીસીટીવીના આધારે પાંચ કર્મચારીઓ પાસેથી ૨ કરોડ રૂપિયા રિકવર કરાયા હોવાના અહેવાલ છે.

'મહારાષ્ટ્રમાં સાંસદોની હોર્સ ટ્રેડિંગ, 15-15 કરોડમાં ખરીદાયા..', સંજય રાઉતનો ચોંકાવનારો દાવો

શિવસેના UBTમાં ફરી મોટા ભંગાણના એંધાણ છે. ઉદ્ધવ ઠાકરેના ૯માંથી ૬ સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા છે, જે માટે બે સાંસદો દિલ્હી પણ પહોંચી ગયા છે. બીજી તરફ, સંજય રાઉતે સાંસદોને ૧૫-૧૫ કરોડની ઓફર અપાયાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં અથડાઈ

વડોદરાના કોટંબી સ્ટેડિયમ નજીક રાજસ્થાનથી સુરત જતી લક્ઝરી બસ ઉભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 5થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે ૨૦થી વધુ ઇજાગ્રસ્તોને બસના પતરા કાપીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે.

સુરત 'ભૂતિયા' ડિમોલિશન કેસમાં રાજકીય-પોલીસ સાંઠગાંઠના વીડિયો વાયરલ!

સુરતના નાસીર નગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે મોટો ખુલાસો થયો છે. બિલ્ડર સંજય લાખાણી સાથે સાંસદ મુકેશ દલાલ અને પૂર્વ મેયર સહિતના નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની નિકટતા દર્શાવતા વીડિયો વાયરલ થતાં તંત્ર સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.