Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Afternoon news/High alert and Dhruv Rathi in custody before CJP demonstration in Delhi

VIDEO: AFTERNOON NEWS/ દિલ્હીમાં CJP પ્રદર્શન પહેલાં હાઈ એલર્ટ અને ધ્રુવ રાઠી કસ્ટડીમાં, મસ્કનો અંબાણી પર કટાક્ષ, પનામામાં ભયાનક ભૂકંપ, હળવદની ફેક્ટરીમાં આગ

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં CJPના પ્રદર્શન પહેલાં હાઈ એલર્ટ

App Store

દિલ્હીના જંતર-મંતર પર યોજાનારા CJPના વિરોધ પ્રદર્શન પહેલાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની શક્યતાને પગલે પોલીસ સતર્ક બની છે. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે યુટ્યુબર ધ્રુવ રાઠી અને ૧૫૦ જેટલા લોકોને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં  ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી છે. જંતર-મંતર પર સુરક્ષાના ભાગરૂપે RAF, CAPF અને પોલીસના હજારો જવાનોને ભારે બંદોબસ્ત સાથે તૈનાત કરવામાં આવ્યા છે.

સ્ટારલિંક મુદ્દે એલન મસ્કનો મુકેશ અંબાણી પર કટાક્ષ

સ્ટારલિંકને ભારતમાં સ્પર્ધા કરવાની મંજૂરી આપવાના મુદ્દે એલન મસ્કે મુકેશ અંબાણી પર કટાક્ષ કર્યો.
મસ્કે અંબાણીને ‘ભારતના અસલી બોસ’ કહીને ટોણો માર્યો અને કહ્યું કે સ્ટારલિંકથી ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ, શિક્ષણ અને નાના વેપારીઓને નવી તકો મળશે.

પનામામાં ઉપરાઉપરી બે શક્તિશાળી ભૂકંપ

પનામામાં 7.7 અને 6.6 ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા, જેના કારણે લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા હતા અને અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું. આ ભયાનક ભૂકંપ બાદ 45 થી વધુ આફ્ટરશૉક્સ નોંધાયા હતા, 

હળવદ ફેક્ટરીમાં ભીષણ આગ

હળવદની આસ્થા સ્પિનટેક્ષ ફેક્ટરીના જિનિંગ વિભાગમાં રાત્રે કપાસનો જથ્થો અને મશીનરી આગની લપેટમાં આવી ગયા હતા, પરંતુ ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાતા મોટી જાનહાનિ ટળી હતી

દ્વારકાના માછીમારોમાં નારાજગી

એસ્સાર કંપની દ્વારા સલાયાના ૨૧ કિલોમીટરના દરિયાઈ વિસ્તારને ‘નો-ફિશિંગ ઝોન’ જાહેર કરવાની આશંકાને પગલે ૬ ગામોના માછીમારોની આજીવિકા સામે સંકટ ઊભું થતાં ભારે રોષ ફેલાયો છે.   

ટોપિક્સ:GSTV NewsGujarati News