Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : News afternoon / Russia flies Ukraine's important bridge, Omani co-pilot tries to crash flight

VIDEO: NEWS AFTERNOON / રશિયાએ  યુક્રેનનો મહત્વપૂર્ણ બ્રિજ ઉડાવ્યો, ફ્લાઈટને દુર્ઘટનાગ્રસ્ત કરવાનો પ્રયાસ ઓમાની સહ-પાયલટે કર્યો 

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
 
App Store
1) રશિયાએ  યુક્રેનનો મહત્વપૂર્ણ બ્રિજ ઉડાવ્યો
 
યુક્રેનની રાજધાની કિવના મહત્વપૂર્ણ 'નોર્ધર્ન બ્રિજ' પર ડાયરેક્ટ ડ્રોન હુમલો કર્યો, જ્યારે પુલ પર સામાન્ય વાહનોની અવરજવર ચાલુ હતી, તે જ સમયે ડ્રોન ત્રાટક્યું અને ક્ષણભરમાં ભીષણ જ્વાળાઓ તથા કાળા ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા.આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા
 
2)  ફ્લાઈટને દુર્ઘટનાગ્રસ્ત કરવાનો પ્રયાસ ઓમાની સહ-પાયલટે કર્યો 
 
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટને દુર્ઘટનાગ્રસ્ત કરવાનો પ્રયાસ ઓમાની સહ-પાયલટે કર્યો હતો, પરંતુ ભારતીય પાયલટ સ્મિતે આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. બાદમાં બોઈંગ 737ના એન્જિન બંધ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
 
3)પશ્ચિમ બંગાળમાં UCC ટૂંક સમયમાં લાગું થશે
 
 પશ્ચિમ બંગાળમાં UCC અંગે CMએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આગામી છ મહિનામાં  UC લાગુ કરવામાં આવશે., 'લવ જેહાદ', 'લેન્ડ જેહાદ' અને બળજબરીપૂર્વક ધર્માંતરણનો સામનો કરવા માટે રાજ્યમાં કડક કાયદાઓ લાવવામાં આવશે.
 
4) ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તો માટે ખાસ ચેતવણી જાહેર કરી
 
ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તોને ચેતવતા મોટી અપીલ કરી છે! તેમણે સ્પષ્ટ કહ્યું કે વર્તમાન સમયમાં સનાતન ધર્મ પર હુમલા વધી રહ્યા છે, જેથી મહિલાઓએ ધામમાં એકલા ન આવવું.એકલા આવવું પડે તો અજાણ્યા કે સેવાદાર પર પણ આંધળો વિશ્વાસ ન કરવો અને ધામમાં લાંબો સમય ન રોકાવું.
 
5) અમદાવાદમાં નબીરાનો આતંક! ફૂલ સ્પીડમાં ગાડી હંકારી 3 કારને ફંગોળી
 
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવી સર્વિસ રોડ પર ઉભેલી 3 કારને ટક્કર મારી હતી. સદ્દનસીબે જાનહાનિ ટળી, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું. ઈજાગ્રસ્ત ચાલક હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો
 
6)
 નવસારીમાં બેફામ કાર ચાલકે બાઈકોને મારી ટક્કર
 
નવસારીના તીધારા વિસ્તારમાં બેફામ કાર ચાલકે બે બાઇકચાલકોને જોરદાર ટક્કર મારી! અકસ્માતમાં બાઇકચાલકને ઇજા પહોંચી છે.કાર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે. અકસ્માત સર્જી ભાગવા જતા કાર ચાલકને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો.