VIDEO: AFTERNOON NEWS/ કેપ્ટન સ્મિતને પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપશે ઈઝરાયલ, ચૂંટણી પંચે ફ્રોડ કર્યું, SCના પૂર્વ જજનો ચોંકાવનારો દાવો
સોર્સ : gstv
1) 174 મુસાફરોના જીવ બચાવનારા કેપ્ટન સ્મિતને પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપશે ઈઝરાયલ,
હવામાં 174 મુસાફરોના જીવ જોખમમાં હતા... કો-પાયલટના હુમલા વચ્ચે પણ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે હિમ્મત ન હારી! વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવી હિરો બનેલા સ્મિત મચ્છરને હવે ઇઝરાયલ આપશે 'પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હિરોઈઝમ'."
2) ઈરાન સાથે ઓઈલનો વેપાર કરતી મુંબઈની 2 કંપની તથા 5 ભારતીયો પર અમેરિકાએ બૅન મૂક્યો
"અમેરિકાની ભારતીય કંપનીઓ પર મોટી કાર્યવાહી! ઈરાન સાથે ગેરકાયદે તેલ વેપાર કરવા બદલ મુંબઈની 2 કંપનીઓ અને 5 ભારતીયો પર અમેરિકાએ લગાવ્યા કડક પ્રતિબંધો. લાખો ડોલરના ગેરકાયદેસર વ્યવહારો સામે યુએસ તંત્ર એક્શનમાં!"
3) ચૂંટણી પંચે ફ્રોડ કર્યું, SCના પૂર્વ જજનો ચોંકાવનારો દાવો
ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ મુદ્દે મોટો હોબાળો! કોંગ્રેસે CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી છે. તો પૂર્વ જજ જસ્ટિસ ગોપાલ ગૌડાનો દાવો છે કે ચૂંટણી પંચે કોર્ટને ગેરમાર્ગે દોરી. જ્યારે CJI એ ફોર્મ-6 ના સંશોધનને મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો!"
4) પેટાચૂંટણીની 6 બેઠકોના પરિણામો આજે
દેશભરની 6 મહત્વપૂર્ણ બેઠકોની પેટાચૂંટણીનું આજે મહાપરિણામ! પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગરથી લઈને તમિલનાડુની મધુરાન્થકમ અને ધારાપુરમ, પુડુચેરીની થટ્ટાનચાવડી અને આસામની નાગાંવ લોકસભા બેઠક માટે મતગણતરી
5) અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને GI ટેગનો દરજ્જો પ્રાપ્ત
અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને મળ્યો ઐતિહાસિક GI ટેગ! કેન્દ્રીય GI રજિસ્ટ્રીએ મોહનથાળને આપી ખાસ ઓળખ. હવે તિરુપતિ લાડુની જેમ અંબાજીનો મોહનથાળ પણ બન્યો દેશનો વિશિષ્ટ પ્રસાદ. 11 ઓક્ટોબરે યોજાશે ખાસ સમારોહ!"શે.
6) પાટણમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર
પાટણમાં ગેરકાયદે બાંધકામો પર પાલિકાનું બુલડોઝર! ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ અવધ આર્કેડમાં પાર્કિંગની જગ્યામાં થયેલા દબાણો દૂર કરાયા. પાલિકાની સ્પષ્ટ ચેતવણી— ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી ચાલુ રહેશે!"

