Auto News : રોજ ઓફિસની મુસાફરી માટે કયું સ્કૂટર બેસ્ટ, TVS Jupiter કે Honda Activa?

ભારતમાં પેટ્રોલ સ્કૂટર સેગમેન્ટમાં ખરીદદારો માટે ઘણા બધા વિકલ્પો છે. હોન્ડા એક્ટિવા 6G એ એક માસ-માર્કેટ બજેટ સેગમેન્ટ સ્કૂટર છે, જે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં લોકપ્રિય છે. તે લાંબા સમયથી વેચાણ પર છે અને ખરીદદારો માટે ઘણા પ્રકારો અને રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. જો કે, તેના સેગમેન્ટમાં તે TVS Jupiter સાથે સ્પર્ધા કરે છે, જેને તાજેતરમાં નવી ડિઝાઇન અને કેટલાક નવા ફીચર્સ સાથે અપડેટ કરવામાં આવ્યું છે. તે આ સેગમેન્ટમાં Honda Activaને સખત સ્પર્ધા આપે છે. જો કે, Honda Activa 6G અને TVS Jupiter બંનેની શરૂઆતની કિંમત 90,000થી ઓછી છે.
Honda Activa 6G vs TVS Jupiter: ફીચર્સ
હોન્ડા એક્ટિવા 6G એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ સ્વીચ, બાહ્ય ફ્યુઅલ ફિલર કેપ, સાયલન્ટ સ્ટાર્ટર અને અન્ય ઘણા ફીચર્સ સાથે આવે છે. તમે સ્માર્ટ કી વેરિઅન્ટ પણ પસંદ કરી શકો છો, જે ચાવી વગર સ્કૂટર ચલાવવામાં મદદ કરે છે. ટીવીએસ જ્યુપિટરમાં એલઇડી ડિસ્પ્લે, યુએસબી ચાર્જિંગ, બ્લૂટૂથ ઇન્ટિગ્રેશન, ફ્રન્ટ સ્ટોરેજ મળે છે. તેમાં એલઇડી હેડલેમ્પ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, યુએસબી ચાર્જિંગ પોર્ટ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, એન્ટી-થેફ્ટ એલાર્મ અને મોટી સ્ટોરેજ સ્પેસ મળે છે.
Honda Activa 6G vs TVS Jupiter: એન્જિન સ્પેસિફિકેશન
Honda Activa 6G અને TVS Jupiter બંને 110cc પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. Honda Activa 6G માં 109cc BS6 પેટ્રોલ એન્જિન છે, જે 7.6 bhp અને 8.8 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનું કહેવું છે કે આ એન્જિન Activa સિરીઝના અગાઉના એન્જિનો કરતાં વધુ સ્મૂથ અને સાયલન્ટ છે. TVS Jupiter 110નું દાવો કરાયેલ માઇલેજ લગભગ 49 kmpl છે. તેમજ Honda Activa 6G નુ દાવો કરાયેલ માઇલેજ લગભગ 59 kmpl છે.
Honda Activa 6G vs TVS Jupiter: કલર ઓપ્શન
હોન્ડા એક્ટિવા ખરીદદારો માટે 12 રંગ વિકલ્પોમાં આવે છે. TVS જ્યુપિટર ખરીદદારો માટે 7 રંગોમાં આવે છે. જ્યુપિટરનું વજન 105 કિલો છે, જ્યારે એક્ટિવાનું વજન 106 કિલો છે. સસ્પેન્શન અને બ્રેકિંગ બંનેમાં સારા છે, પરંતુ વપરાશકર્તાઓના મતે, નવી જ્યુપિટરની રાઇડ ક્વોલિટી વધુ સારી છે.
Honda Activa 6G vs TVS Jupiter: કિંમત
હોન્ડા એક્ટિવા 6Gના બેઝ વેરિઅન્ટની કિંમત 81,101 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તેમજ TVS જ્યુપિટરના બેઝ વેરિઅન્ટની કિંમત 80,568 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
Honda Activa 6G vs TVS Jupiter
દૈનિક મુસાફરી માટે TVS Jupiter 110 એક સારો વિકલ્પ છે કારણ કે તે સસ્તું છે અને વધુ સારું માઇલેજ આપે છે. આ ઉપરાંત તે અદ્યતન ફીચર્સ અને પ્રદર્શન સાથે યુવા લક્ષી (યૂથ ઓરિએન્ટેડ પણ છે. જો તમને વિશ્વસનીયતા અને ઓછી જાળવણી જોઈતી હોય, તો Honda Activa 6G હજુ પણ એક મજબૂત વિકલ્પ છે.

