Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : When Apple was on the verge of bankruptcy, Microsoft saved it, know this interesting story

જ્યારે દેવાળિયું ફૂંકવાની અણી પર હતી Apple કંપની ત્યારે Microsoftએ કરી હતી મદદ, જાણો રસપ્રદ કિસ્સો

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
જ્યારે દેવાળિયું ફૂંકવાની અણી પર હતી Apple કંપની ત્યારે  Microsoftએ કરી હતી મદદ, જાણો રસપ્રદ કિસ્સો
સોર્સ : GSTV

Apple 50th Birthday: 1976માં કેલિફોર્નિયાના એક સામાન્ય ગેરેજમાં સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાકે એપલની સ્થાપના કરી હતી. આ કંપનીએ આગળ જઈને માણસ અને ટેક્નોલોજી વચ્ચેના સંબંધને નવી વ્યાખ્યા આપી છે. અમેરિકામાં પહેલી એપ્રિલે (ભારતમાં આજે) એપલ તેની 50મી વર્ષગાંઠ ઉજવી રહી છે ત્યારે એક નાના સ્ટાર્ટઅપથી વૈશ્વિક નંબર વન કંપની બનવાની તેની સફર બિઝનેસના ઇતિહાસની સૌથી પ્રેરણાદાયક કહાનીમાંની એક છે. જોકે એપલ માટે આ સફર સહેલી નહોતી. એક સમય હતો જ્યારે એપલ દેવાળિયું ફૂંકવાની તૈયારીમાં હતી, ત્યારે માઇક્રોસોફ્ટે તેની મદદ કરી હતી. 

App Store

પર્સનલ કમ્પ્યુટિંગનો જન્મ

એપલની શરૂઆતની સફળતા Apple I અને ખાસ કરીને 1977માં લોન્ચ થયેલા Apple II પર આધારિત હતી. Apple II વિશ્વનું પ્રથમ દરેક દ્વારા સ્વીકારવામાં આવેલું પર્સનલ કમ્પ્યુટર્સમાંનું એક બન્યું હતું, જેના કારણે કમ્પ્યુટર લેબોરેટરીમાંથી બહાર આવીને ઘર અને શાળાઓ સુધી પહોંચી શક્યું હતું. 1984માં એપલે મેકિનટોશ રજૂ કર્યું હતું, જે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને માઉસના ઉપયોગને લોકપ્રિય બનાવનાર ક્રાંતિકારી મશીન હતું. આ નવીનતાએ કમ્પ્યુટર્સને વધુ સરળ અને ઉપયોગી બનાવ્યા અને આગામી પેઢીના ડિવાઇસિસ પર તેની મોટી અસર પડી હતી.

પડકારો અને ઐતિહાસિક વાપસી

1990ના દાયકાના મધ્યમાં ખરાબ મેનેજમેન્ટ, અસ્પષ્ટ પ્રોડક્ટ લાઇન અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝની કડક સ્પર્ધાના કારણે એપલ દેવાળિયું ફૂંકવા પર આવી ગઈ હતી. 1985માં સ્ટીવ જોબ્સ કંપની છોડ્યા બાદ એપલ સંઘર્ષમાં ફસાઈ ગઈ હતી અને 1997 સુધીમાં તેની પાસે નાણાંની ભારે અછત ઉભી થઈ ગઈ હતી. પછી NeXT કંપનીના અધિગ્રહણ બાદ સ્ટીવ જોબ્સની વાપસી થઈ, પ્રોડક્ટ્સમાં ઘટાડો કર્યો અને માઇક્રોસોફ્ટ પાસેથી 150 મિલિયન ડોલરનું રોકાણ મળ્યું, જેના કારણે એપલ ફરી ઉભરી શકી. આમ, નુકસાનની ખાઈમાં ધકેલાઈ ગયેલી એપલ કંપનીની વહારે માઇક્રોસોફ્ટ આવ્યું હતું. જો કે એક વાર વાપસી કર્યા બાદ સ્ટીવ જોબ્સે ફરી કંપનીની કાયાપલટ કરી નાખી હતી.

દુનિયાભરમાં ઘણાં બિઝનેસની કાયાપલટ કરી

એપલનો પ્રભાવ માત્ર કમ્પ્યુટર્સ પૂરતો સીમિત રહ્યો નથી. 2001માં iPodએ લોકોની સંગીત સાંભળવાની રીત બદલી નાખી હતી. iTunes Storeએ પણ ડિજિટલ ગીતો ખરીદવાની કાનૂની અને સરળ રીત આપી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવ્યું હતું. 2007માં iPhoneનું લોન્ચિંગ ટેક્નોલોજી જગત માટે ઐતિહાસિક ક્ષણ બની ગઈ હતી. ફોન, iPod અને ઇન્ટરનેટ કોમ્યુનિકેટરને એક સાથે જોડીને મોબાઇલ ટેક્નોલોજીમાં ક્રાંતિ લાવવામાં આવી હતી. એ દિવસથી મોબાઇલ ખરેખર સ્માર્ટ બની ગયો હતો અને આંગળીના ટેરવે ચાલતો થઈ ગયો હતો. 2008માં લોન્ચ થયેલા App Storeએ એક નવી ડિજિટલ અર્થવ્યવસ્થા ઉભી કરી, જેના કારણે લાખો ડેવલપર્સને વૈશ્વિક સ્તરે એપ્લિકેશન્સ બનાવવા માટે પ્લેટફોર્મ મળ્યું હતું.

એપલની અનોખી ઇકોસિસ્ટમ

એપલની સતત સફળતા પાછળનું એક મુખ્ય કારણ તેની ઇકોસિસ્ટમ છે. Mac, iPad, Apple Watch અને AirPods જેવા પ્રોડક્ટ્સ એકબીજા સાથે સરળતાથી કામ કરે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેને iCloud અને Apple Music જેવી સેવાઓ સપોર્ટ કરે છે.

ડિઝાઇન, કલ્ચર અને દુનિયાનો પ્રભાવ

એપલની ડિઝાઇન અને સરળતાથી ઉપયોગ કરી શકાય એ ફક્ત ટેક્નોલોજી જ નહીં, પરંતુ દુનિયાના કલ્ચર પર એની અસર પડી હતી. મિનિમલ ડિઝાઇન અને યુઝર એક્સપિરિયન્સ પર ભાર મૂકીને કંપનીએ અનેક ઉદ્યોગોમાં નવા માપદંડ સ્થાપ્યા છે. Apple Storesએ રિટેલ અનુભવને નવી દિશા આપી છે, જ્યાં ટેક્નોલોજી અને ગ્રાહક જોડાણનું અનોખું એન્ગેજમેન્ટ જોવા મળે છે.

50 વર્ષની ઉંમરે એપલ માત્ર ટેક્નોલોજી કંપની નથી, પરંતુ એક કલ્ચરનું પ્રતિક બની ગઈ છે. તેના પ્રોડક્ટ લોન્ચ હવે વૈશ્વિક ઇવેન્ટ બની ગયા છે. એપલ જે ઇનોવેશન કરે છે એનાથી નક્કી થાય છે કે લોકો કેવી રીતે વાતચીત કરે અને કન્ટેન્ટનો ઉપયોગ કરે.

ભવિષ્ય તરફ નજર: AI અને ARમાં એપલનો પ્રવેશ

આગામી તબક્કામાં એપલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઓગમેન્ટેડ રિયલિટી (AR) અને હેલ્થ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં ભારે રોકાણ કરી રહી છે. વોઇસ અસિસ્ટન્સ, પ્રેડિક્ટિવ ટેક્સ્ટ, અદ્યતન ફોટોગ્રાફી અને રિયલ-ટાઇમ ટ્રાન્સલેશન જેવી સુવિધાઓમાં હવે AI મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. સાથે જ કંપનીએ AR માટે પણ સોફ્ટવેર પ્લેટફોર્મ દ્વારા મજબૂત આધાર તૈયાર કર્યો છે, જેના કારણે ગેમિંગ, એજ્યુકેશન, રિટેલ અને ડિઝાઇન માટે ઇમર્સિવ એપ્લિકેશન્સ બની રહી છે. હેલ્થ ટેક્નોલોજી ક્ષેત્રમાં પણ એપલનો મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે. વેરેબલ ડિવાઇસિસ અને ફિટનેસ પ્લેટફોર્મ દ્વારા કંપનીએ લોકોને પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવાની સાથે એને વધુ સારું બનાવવા માટે પ્રેરિત કર્યા છે.