Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Under siege from all four Meta: Algorithms under attack in India, US fined $567 million

ચારેય તરફથી ઘેરાયું Meta: ભારતમાં એલ્ગોરિધમ પર ઘેરાવ, તો અમેરિકામાં 567 મિલિયન ડોલરનો દંડ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ચારેય તરફથી ઘેરાયું Meta: ભારતમાં એલ્ગોરિધમ પર ઘેરાવ, તો અમેરિકામાં 567 મિલિયન ડોલરનો દંડ
સોર્સ : gstv

વિશ્વપ્રસિદ્ધ કંપની મેટા માટે સંકટનો સમય પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ ભારતમાં એલ્ગોરિધમ અને ભારતીય કાયદાઓના પાલન અંગે મેટાના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ હવે અમેરિકાની ન્યૂ મેક્સિકો સ્ટેટ કોર્ટે મેટા કંપનીને ટીનેજર્સની મેન્ટલ હેલ્થ માટે બનેલા ફંડમાં 567 મિલિયન ડોલર (આશરે 54 અબજ રૂપિયા) જમા કરાવવાનો અને યુવા યુઝર્સ માટે પોતાના પ્લેટફોર્મ પર કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટનું માનવું છે કે બાળકોને નુકસાન પહોંચાડવા માટે કંપની જવાબદાર છે.

App Store

ન્યૂ મેક્સિકોના સાંતા ફેમાં ગઈકાલે ગુરુવારે કેસની સુનાવણી કરતી વખતે જજ બ્રાયન બીડશાઇડે ડેમોક્રેટ એટોર્ની જનરલ રાઉલ ટોરેઝની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે મેટાએ ન્યૂ મેક્સિકોમાં જનતા માટે મુશ્કેલી એટલે કે 'પબ્લિક ન્યુસન્સ' (Public Nuisance) ની સ્થિતિ ઊભી કરી છે. ટોરેઝે સોશિયલ મીડિયા કંપની પર આરોપ મૂક્યો હતો કે તેણે એવા પ્રોડક્ટ્સ તૈયાર કર્યા છે જેનાથી યુવા યુઝર્સને લત લાગી જાય છે. એટલું જ નહીં, કંપની પોતાના પ્લેટફોર્મ પર બાળકોને જાતીય શોષણથી રોકવામાં પણ નિષ્ફળ રહી છે.

કંઝ્યુમર પ્રોટેક્શન લોનું ખુલ્લું ઉલ્લંઘન

આ મહત્વપૂર્ણ ચુકાદો એ ઘટનાના 5 મહિના પછી આવ્યો છે જ્યારે કેસના પ્રારંભિક તબક્કામાં ન્યૂ મેક્સિકોની જૂરીએ મેટાને 375 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જૂરીએ સુનાવણી દરમિયાન શોધ્યું હતું કે કંપનીએ યુવા યુઝર્સ માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સુરક્ષા અંગે ખોટી માહિતી આપીને કંઝ્યુમર પ્રોટેક્શન લોનું ખુલ્લું ઉલ્લંઘન કર્યું છે.

સોશિયલ મીડિયા કંપનીઓ પર યુવા યુઝર્સને નુકસાન પહોંચાડવાના આરોપો વાળા કેસોની વધતી સંખ્યા વચ્ચે આ કેસ પર ઝીણવટપૂર્વક નજર રાખવામાં આવી રહી હતી. જ્યાં ઘણા કેસ બાળકો અને પરિવારો તરફથી વ્યક્તિગત નુકસાનના આરોપોને લઈને કરવામાં આવ્યા છે, તો બીજી તરફ રાજ્યો, નગરપાલિકાઓ અને સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સે પણ આ ઇન્ડસ્ટ્રીમાં મોટા પાયે ફેરફારોની માંગ સાથે કેસ દાખલ કર્યા છે.

40થી વધુ રાજ્યોમાં કંપનીઓ સામે કેસ

અમેરિકામાં 40 થી વધુ રાજ્યો અને 1,300 થી વધુ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સે સોશિયલ મીડિયા કંપનીઓ સામે ‘પબ્લિક ન્યુસન્સ’ સંબંધિત કેસ કર્યા છે. તેઓ વળતરની સાથે સાથે કોર્ટના એવા આદેશો પણ ઇચ્છે છે જેનાથી પ્રોડક્ટ અને કામ કરવાની પદ્ધતિઓમાં મોટા પાયે બદલાવ લાવી શકાય.

જજ બીડશાઇડે ગઈકાલે ગુરુવારે મેટાને યુવા-સુરક્ષાના પગલાં લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. આ પગલાંઓમાં ટીનેજર્સ દ્વારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના વપરાશ પર મંથલી કંટ્રોલ, નોટિફિકેશન પર અંકુશ, સગીરો સાથે વયસ્કોના સંપર્ક પર કડક નિયંત્રણ, AI ચેટબોટ્સ માટે સુરક્ષાના પગલાં અને બાળકોના જાતીય શોષણના રિપોર્ટની વધુ સારી સમીક્ષા શામેલ છે. આ આદેશ 5 વર્ષ સુધી લાગુ રહેશે.

ટીનેજર્સની સુરક્ષાના રેકોર્ડ પર પૂરો વિશ્વાસ: Meta

બીજી તરફ, મેટાએ જણાવ્યું હતું કે તે આ ચુકાદા સામે અપીલ કરશે અને તે પોતાના પ્લેટફોર્મ પરથી હાનિકારક કન્ટેન્ટની ઓળખ કરવા અને તેને હટાવવા માટે કામ કરી રહી છે. મેટા તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "અમને ઓનલાઈન ટીનેજર્સની સુરક્ષાના અમારા રેકોર્ડ પર પૂરો વિશ્વાસ છે અને અમે એવા દાવાઓ સામે અમારો બચાવ ચાલુ રાખીશું જે તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે."

ન્યૂ મેક્સિકોના ટોરેઝે જણાવ્યું હતું કે મેટાએ બાળકોની સુરક્ષાના બદલે નફાને પસંદ કર્યો, અને આ પહેલો એવો ચુકાદો છે જેણે કોઈ સોશિયલ મીડિયા દિગ્ગજ કંપનીને બાળકોની સુરક્ષા માટે ફેરફારો કરવા મજબૂર કરી છે. તેમણે એ પણ ઉમેર્યું કે આ માત્ર એક કંપની સામેનો ચુકાદો નથી પરંતુ એક બ્લૂપ્રિન્ટ છે. હવે આ પ્રકારના સંકટનો સામનો કરી રહેલા અન્ય રાજ્યો અને દેશો પાસે પણ એક રોડમેપ છે જેનું તેઓ પાલન કરી શકે છે.

ગયા વર્ષે રોઇટર્સે કંપનીના કેટલાક દસ્તાવેજોના આધારે અહેવાલ આપ્યો હતો કે મેટાના AI ચેટબોટ્સ બાળકો સાથે "રોમાન્ટિક કે કામુક વાતચીત" કરી શકે છે. આ અહેવાલ મેટાની એ જાહેરાતોમાંથી નફો કમાવાની તપાસનો ભાગ હતો જેમાં છેતરપિંડી અને પ્રતિબંધિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવતું હતું.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News