Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : This small gadget will save you from court and jail, install it in your car today!

VIDEO: કોર્ટ અને જેલના ચક્કરથી બચાવશે આ નાનું ગેજેટ, આજે જ કારમાં કરો ઇન્સ્ટોલ!

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજના સમયમાં રસ્તા પર ગાડી ચલાવવી એ માત્ર ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પૂરતી સીમિત નથી રહી. રસ્તા પર ક્યારે કોની સાથે અકસ્માત થઈ જાય કે પછી કોણ ખોટા આક્ષેપો કરીને તમને પોલીસ કે કોર્ટના ચક્કરમાં ફસાવી દે, તે કંઈ કહી શકાતું નથી. ભૂલ કોઈ બીજાની હોય છે અને તેનો ભોગ નિર્દોષ ડ્રાઇવરોને બનવું પડે છે. પરંતુ શું તમે જાણો છો કે એક નાનકડું ગેજેટ તમને લાખો રૂપિયાના નુકસાન, ખોટા ચલાણ અને જેલ જવાથી બચાવી શકે છે? આ ગેજેટ છે કાર ડેશકેમ (Car Dashcam).અહીં જાણો આ નાનું ડિવાઇસ તમારી કારમાં હોવું કેમ ખૂબ જ જરૂરી છે.

App Store

1. માર્ગ અકસ્માતમાં નિર્દોષતાનો સૌથી મોટો પુરાવો

સામાન્ય રીતે અકસ્માત થાય ત્યારે લોકો સત્ય જાણ્યા વગર જ મોટી ગાડીવાળાની જ ભૂલ માની લે છે. આવા સમયે જો તમારી કારમાં ડેશકેમ લગાવેલો હોય, તો તેની HD વિડિયો રેકોર્ડિંગ પોલીસ અને કોર્ટ સામે તમારી નિર્દોષતાનો સૌથી મજબૂત (Audio-Visual) પુરાવો બને છે.

2. ખોટા પોલીસ કેસ અને જબરદસ્તીથી પૈસા પડાવવાથી બચાવ

ઘણીવાર રોડ રેજ (Road Rage) અથવા ખોટા અકસ્માતનું નાટક કરીને લોકો પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. ડેશકેમનો કેમેરો જોતા જ આવા અસામાજિક તત્વો પાછળ હટી જાય છે. તે તમને ખોટા કોર્ટ કેસ અને પોલીસની ઝંઝટમાંથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે.

3. ઈન્સ્યોરન્સ ક્લેમ (Insurance Claim) ઝડપથી મંજૂર થશે

કાર અકસ્માત પછી વિમા કંપનીઓ ક્લેમ પાસ કરવામાં ઘણો સમય લગાવે છે. પરંતુ ડેશકેમ ફૂટેજ હોય તો અકસ્માતનું કારણ સ્પષ્ટ થઈ જાય છે, જેનાથી તમારો કાર ઈન્સ્યોરન્સ ક્લેમ કોઈ પણ જાતની મુશ્કેલી વગર તુરંત પાસ થઈ જાય છે.

4. પાર્કિંગમાં ગાડી સાથે થતી છેડછાડ પર રાખશે નજર

આધુનિક ડેશકેમ 'Motion Detection' અને '24/7 Parking Surveillance' જેવા ફીચર્સ સાથે આવે છે. એટલે કે જ્યારે તમારી કાર પાર્ક કરેલી હશે, ત્યારે પણ જો કોઈ ગાડીને નુકસાન પહોંચાડવાનો કે ચોરી કરવાનો પ્રયાસ કરશે તો તે તુરંત રેકોર્ડિંગ શરૂ કરી દેશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News