આ પોપ્યુલર SUVએ ભારતમાં પૂરા કર્યા 7 વર્ષ! કંપનીએ ગ્રાહકો માટે ખોલ્યો ઓફર્સનો પિટારો

ભારતમાં પોતાની લોકપ્રિય એસયુવી MG હેક્ટર (MG Hector)ના સફળ 7 વર્ષ પૂરા થવાના અવસર પર JSW MG મોટર ઇન્ડિયાએ ઓગસ્ટ 2026 દરમિયાન વાહન ખરીદનારા ગ્રાહકો માટે એક સ્પેશિયલ 'એનિવર્સરી પ્રોગ્રામ'ની જાહેરાત કરી છે. એસયુવી ગ્રાહકો માટે આ મર્યાદિત સમયગાળાનો પ્રોગ્રામ 60,000 રૂપિયા સુધીના બેનિફિટ્સ આપે છે. જેમાં એક્સચેન્જ બોનસ, લોયલ્ટી રિવાર્ડ્સ, કોર્પોરેટ લાભ અને એનિવર્સરી ડિસ્કાઉન્ટ સામેલ છે. ઓલ-ન્યૂ MG હેક્ટર રેન્જની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 11.99 લાખ રૂપિયા છે. નવી હેક્ટર પર 84 મહિના (7 વર્ષ) સુધીના સમયગાળા માટે 100% ઓન-રોડ પ્રાઇસ ફાઇનાન્સિંગની સુવિધા મળે છે. નવી એસયુવી એસેસરીઝ પર પણ 100% ફંડિંગ સપોર્ટનો ફાયદો મળશે.
આ ઉપલબ્ધિ પર ટિપ્પણી કરતા JSW MG મોટર ઇન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર, વિનય રૈનાએ જણાવ્યું, "છેલ્લા 7 વર્ષોમાં MG હેક્ટરનો પ્રવાસ અત્યંત શાનદાર રહ્યો છે. તેણે હજારો ભારતીય પરિવારોનો વિશ્વાસ જીત્યો છે અને એસયુવી સેગમેન્ટમાં આશાવાદીઓને એક નવું કમ્ફર્ટ આપ્યું છે. આ મહત્વપૂર્ણ પડાવની ઉજવણી કરતા, અમે અમારા ગ્રાહકોને એક એવા ઓનરશિપ પ્રોગ્રામ દ્વારા ધન્યવાદ આપવા માંગીએ છીએ, જે ગાડી ખરીદવાથી પણ આગળ વધીને વેલ્યુ પ્રદાન કરે છે. આ એનિવર્સરી પ્રોગ્રામ આપણી 'કસ્ટમર-ફર્સ્ટ' વિચાર અને MG હેક્ટરના ઓનરશિપ એક્સપિરિયન્સને વધુ ઉત્તમ બનાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે."
વર્ષ 2019માં ભારતની પહેલી 'ઇન્ટરનેટ SUV' તરીકે શરૂઆત કરનાર MG હેક્ટરએ પોતાના બોલ્ડ ડિઝાઇન, સેગમેન્ટ-ફર્સ્ટ ટેક્નોલોજી અને કન્ઝ્યુમર-સેન્ટ્રિક ઇનોવેશન સાથે પ્રીમિયમ એસયુવી સેગમેન્ટને એક નવી ઓળખ આપી છે. પોતાના 7મા વર્ષમાં પ્રવેશ કરતા, કંપનીનો આ એનિવર્સરી પ્રોગ્રામ ગ્રાહકોના ભરોસાનું સન્માન કરવા અને પ્રીમિયમ એસયુવીની માલિકીને વધુ સુલભ બનાવવાનો પ્રયાસ છે. આ પહેલા ચાલુ વર્ષમાં જ JSW MG મોટર ઇન્ડિયાએ ઓલ-ન્યૂ MG હેક્ટર રજૂ કરીને પોતાના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવ્યો છે. નવા મોડેલમાં રિફ્રેશ્ડ સ્ટાઇલિંગ, એડવાન્સ્ડ ટેક્નોલોજી અને ઉત્તમ કમ્ફર્ટેબલ ફીચર્સ આપવામાં આવ્યા છે.
ઓલ-ન્યૂ MG હેક્ટરમાં નવી 'ઓરા હેક્સ ગ્રિલ' આપવામાં આવી છે, જેનું હેક્સાગોનલ સ્ટ્રક્ચર મજબૂતાઈ અને સચોટતાનું પ્રતીક છે. તેના આગળ અને પાછળ નવા 'ઓરા સ્ક્લપ્ટ બમ્પર' આપવામાં આવ્યા છે, જે તેને દરેક એંગલથી મસ્ક્યુલર અને આકર્ષક લુક આપે છે. ગાડીમાં 'ઓરા બોલ્ટ અલોય વ્હીલ્સ' લગાવવામાં આવ્યા છે, જે ઊભા રહેવા પર પણ ગતિશીલતાનો અનુભવ કરાવે છે. બે નવા મોર્ડન એક્સટીરિયર કલર સેલાડોન બ્લુ અને પર્લ વ્હાઇટ તેના લુકને વધુ પ્રીમિયમ બનાવે છે.
ઇન્ટિરિયરને 'હાઇડ્રા ગ્લોસ ફિનિશ' અને લેધર પેક સાથે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લેધર-ફિનિશ્ડ ડેશબોર્ડ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ, ટેલિસ્કોપિક અને ટિલ્ટ-એડજસ્ટેબલ સ્ટીયરિંગ વ્હીલ અને 6-વે પાવર-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ સામેલ છે. ઓલ-ન્યૂ હેક્ટરમાં સેગમેન્ટની સૌથી મોટી 14-ઇંચ એચડી પોર્ટ્રેટ ટચસ્ક્રીન આપવામાં આવી છે, જે સ્માર્ટ બૂસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે. આ સિવાય, તેમાં સેગમેન્ટમાં પહેલીવાર i-SWIPE ટચ જેસ્ચર કંટ્રોલ આપવામાં આવ્યો છે, જેની મદદથી બે કે ત્રણ આંગળીઓના ઇશારાથી એસી સેટિંગ્સ, મ્યુઝિક અને નેવિગેશનને કંટ્રોલ કરી શકાઈ છે.
સુરક્ષા અને સુવિધાને વધારતા તેમાં બ્લૂટૂથ ડિજિટલ કી, પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ એલર્ટ્સ અને રિમોટ એસી કંટ્રોલ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. ડ્રાઇવર ઇન્ટરફેસ માટે 17.78 સેમી એલસીડી સ્ક્રીન સાથે ફૂલ ડિજિટલ ક્લસ્ટર અને 70થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ હાજર છે. ઓલ-ન્યૂ MG હેક્ટર રેન્જની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમતો 11.99 લાખ રૂપિયાથી થાય છે. કંપની તેના પર 100% ઓન-રોડ પ્રાઇસ ફાઇનાન્સિંગની સુવિધા 84 મહિના (7 વર્ષ) સુધી માટે આપી રહી છે. જ્યારે, નવી એસયુવી એસેસરીઝની ખરીદી પર પણ 100% ફંડિંગ મળશે.

