Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : These 3 surefire ways to protect Aadhaar

Tech News : આધારને સુરક્ષિત રાખવાની આ 3 સચોટ રીતો, 1 ભૂલ તમારા બેંક ખાતાને કરી શકે છે ખાલી

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Tech News : આધારને સુરક્ષિત રાખવાની આ 3 સચોટ રીતો, 1 ભૂલ તમારા બેંક ખાતાને કરી શકે છે ખાલી
સોર્સ : gstv

દરેક નાના-મોટા કાર્ય માટે આધાર કાર્ડની જરૂર પડે છે, તેથી જ સ્કેમર્સ હવે આધાર કાર્ડને લગતી છેડરપિંડી દ્વારા લોકોના બેંક ખાતા ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. આધાર બેંક ખાતાઓથી લઈને પાન કાર્ડ અને મોબાઈલ નંબર સુધીની દરેક વસ્તુ સાથે જોડાયેલ છે. તેથી તમારા આધાર કાર્ડને કેવી રીતે સુરક્ષિત રાખવું તે સમજવું મહત્વપૂર્ણ છે. UIDAI એ આધાર સુરક્ષા માટે કેટલાક ઉપયોગી ઓનલાઈન સાધનો પૂરા પાડ્યા છે. ઘણા લોકો આ સાધનોથી વાકેફ છે, પરંતુ ઘણા અજાણ રહે છે.

App Store

એક નાની ભૂલ પણ સ્કેમર્સને તમારું ખાતું ખાલી કરવાની તક આપી શકે છે. જો તમને તમારા આધાર કાર્ડને કેવી રીતે સુરક્ષિત રાખવું તે અંગે ખબર ન હોય, તો આ માહિતી તમારા માટે જ છે, કારણ કે તમે તમારા આધાર અને તમારા બેંક ખાતામાં રહેલા પૈસા કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો તે વિશે અહીં જાણાવશું...

Biometric Lock

તમે UIDAI વેબસાઇટ પર તમારા બાયોમેટ્રિક (આંગળી અને આંખનો સ્કેન ડેટા) લોક કરી શકો છો, અને આ વિકલ્પ આધાર સર્વિસમાં પણ ઉપલબ્ધ છે. એકવાર લોક થઈ ગયા પછી, કોઈ પણ વ્યક્તિ AePS (આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ Aadhaar Enabled Payment System) માટે આધારનો ઉપયોગ કરી શકશે નહીં, જેનાથી છેતરપિંડીની સંભાવના નોંધપાત્ર રીતે ઓછી થશે.

આધારને લોક અને અનલોક કરો

આધારને લોક અથવા અનલોક કરવા માટે UIDAIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને પછી હોમપેજ પર માય આધાર વિભાગમાં આધાર સર્વિસ પર જાઓ. અહીં તમને આધારને લોક/અનલોક કરવાનો વિકલ્પ મળશે. આ વિકલ્પનો ઉપયોગ કરીને તમે તમારા આધારને લોક અથવા અનલોક કરી શકો છો. તમે વિચારી રહ્યા હશો કે આનો ફાયદો શું છે. ફાયદો એ છે કે એકવાર આધાર લોક થઈ ગયા પછી કોઈ પણ વ્યક્તિ ઇચ્છે તો પણ આધારને પ્રમાણિત (ઓર્થેન્ટિકેશન કરી શકશે નહીં.

Masked Aadhaar

જો તમારે કોઈ હોટલમાં ચેક-ઇન કરવાની જરૂર હોય અથવા કોઈ સર્વિસ માટે ક્યારેય તમારો આધાર કાર્ડ આપવાની જરૂર હોય, તો તમે UIDAIની સત્તાવાર વેબસાઇટ પરથી આ ખાસ આધાર નંબર ડાઉનલોડ કરી શકો છો. હવે તમે પૂછી શકો છો કે તેમાં શું ખાસ છે? ખાસ વાત એ છે કે સુરક્ષાના કારણોસર આખો આધાર નંબર દેખાતો નથી, ફક્ત છેલ્લા થોડા અંકો દેખાય છે, અને સંપૂર્ણ આધાર નંબર વિના જોખમ થોડું ઓછું થાય છે.

નોંધ: બેંક કે આધાર ઓફિસમાંથી કોઈ ક્યારેય ફોન કરતું નથી. આવી સ્થિતિમાં જો કોઈ તમને કહે કે હું બેંક કે આધાર ઓફિસમાંથી ફોન કરી રહ્યો છું અને તેને તમારા આધાર સંબંધિત કોઈ કામ માટે OTPની જરૂર છે, તો તરત જ કોલ ડિસ્કનેક્ટ કરો અને OTP શેર કરવાની ભૂલ ન કરો.