Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Samsung new phone will compete with iPhone 16

iPhone 16ને ટક્કર આપશે સેમસંગ નવો ફોન, જાણો કિંમત

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2025
લાઇવ ટીવીGoogle News
iPhone 16ને ટક્કર આપશે સેમસંગ નવો ફોન, જાણો કિંમત

આજે એટલે 23 જાન્યુઆરી 2025, ગુરૂવારનો રોજ સેમસંગે તેની મોસ્ટ અવેઇટેડ સેમસંગ ગેલેક્સી S25 સિરીઝ લોન્ચ કરી છે. કંપનીએ સ્માર્ટફોનમાં AI ફીચર્સ ઇન્ટિગ્રેટેડ કર્યા છે. સ્માર્ટફોન ઉપરાંત સેમસંગ XR હેડસેટ પણ રજૂ કરવામાં આવ્યો છે. તમને પ્રીમિયમ સિરીઝ ગેલેક્સી S25માં ઘણા બધા બેસ્ટ ફીચર્સ મળી રહ્યા છે જે નવી AI-સંચાલિત ફીચર્સ સાથે આવે છે.

App Store

AI સંચાલિત Samsung Galaxy S25 Series

સેમસંગ ગેલેક્સી S25 સિરીઝમાં સેમસંગ ગેલેક્સી S25, સેમસંગ ગેલેક્સી S25 પ્લસ અને ગેલેક્સી S25 અલ્ટ્રાનો સમાવેશ થાય છે. આ ઉપકરણો સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટથી સજ્જ છે. આમાં તમને AI ફીચર્સનો સપોર્ટ આપવામાં આવ્યો છે. S25 સિરીઝમાં One UI 7 હશે જેમાં Google Gemini ને એન્ડીગ્રેટ કરવામાં આવ્યું છે. આમાં તમે તમારી સ્ક્રીનને કસ્ટમાઇઝ કરી શકશો. આ સિવાય તમે ઘણી બધી સુવિધાઓ મેળવી શકશો. આમાં તમને સર્કલ ટુ સર્ચ ફીચર અપડેટ કરવામાં આવી રહ્યું છે.

સેમસંગે બિકસબી બંધ કરી દીધું

કંપનીએ સેમસંગ બિકસબી બંધ કરી દીધી છે. હવે જ્યારે તમે પાવર બટન દબાવો છો, ત્યારે Bixbyને બદલે Google Gemini ખુલશે. આ ફોન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે અને તેમાં ઉત્તમ બેટરી છે. આ ઉપરાંત ઉચ્ચ ગુણવત્તાવાળા ડિસ્પ્લે આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: એરટેલ યુઝર્સને મોટો ઝટકો, હવે આ પ્લાનમાં નહીં મળે ઇન્ટરનેટ, છતાં રિચાર્જ થયું મોંઘુ

Samsung Galaxy S25 Ultra Price in India

સેમસંગ કંપનીના આ ફોનના બે નહીં પરંતુ ત્રણ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે, આ હેન્ડસેટની કિંમત 1 લાખ 29 હજાર 999 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમતે તમને 12 GB / 256 GB સ્ટોરેજ વેરિઅન્ટ મળશે.