VIDEO: મારુતિની આ લોકપ્રિય SUV પર ₹1.35 લાખની છૂટ! ઓગસ્ટ મહિના સુધી જ ઓફર
મારુતિ સુઝુકી તેના વિવિધ મોડેલો પર ઓગસ્ટ 2026માં બંપર ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની પોતાની બેસ્ટ સેલિંગ મિડ-સાઇઝ SUV ગ્રાન્ડ વિટારા (Maruti Suzuki Grand Vitara) પર પણ ભારે છૂટ આપી રહી છે. ગ્રાહકો આ દરમિયાન ગ્રાન્ડ વિટારા પર મહત્તમ ₹1.35 લાખ સુધીની બચત કરી શકે છે. આ ઓફરમાં કેશ ડિસ્કાઉન્ટ ઉપરાંત અન્ય બેનિફિટ્સ પણ સામેલ છે. ડિસ્કાઉન્ટની વધુ માહિતી માટે ગ્રાહકો નજીકની ડીલરશિપનો સંપર્ક કરી શકે છે. અહીં જાણો ગ્રાન્ડ વિટારાના ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે વિગતવાર...
પાવરટ્રેન વિકલ્પો
ગ્રાન્ડ વિટારામાં ગ્રાહકોને 3 એન્જિન ઓપ્શન મળે છે:
1.5-લીટર પેટ્રોલ માઇલ્ડ હાઇબ્રિડ એન્જિન
1.5-લીટર પેટ્રોલ સ્ટ્રોંગ હાઇબ્રિડ એન્જિન
1.5-લીટર પેટ્રોલ CNG વેરિઅન્ટ
આ એન્જિન વિકલ્પોમાં ગ્રાહકોને મેન્યુઅલ અને ઓટોમેટિક એમ બંને ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે.
માઇલેજ
ARAI અનુસાર ગ્રાન્ડ વિટારાની માઇલેજ તેના એન્જિન વેરિઅન્ટ પર આધાર રાખે છે:
પેટ્રોલ મેન્યુઅલ: 21.11 કિમી/લીટર
પેટ્રોલ ઓટોમેટિક: 20.58 કિમી/લીટર
સ્ટ્રોંગ હાઇબ્રિડ (e-CVT): 27.97 કિમી/લીટર
CNG વેરિઅન્ટ: 26.6 કિમી/કિગ્રા
વાસ્તવિક ડ્રાઇવિંગ સ્થિતિમાં પેટ્રોલ મોડેલ શહેરમાં સરેરાશ 15 થી 18 કિમી/લીટર અને હાઇવે પર 18 થી 23 કિમી/લીટર સુધીની માઇલેજ આપી શકે છે.
ફીચર્સ અને કિંમત
ગ્રાન્ડ વિટારામાં 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એમ્બિયન્ટ લાઇટિંગ અને ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે જેવા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. સુરક્ષા માટે 360-ડીગ્રી કેમેરા અને 6-એરબેગ્સ પણ ઉપલબ્ધ છે.
ભારતીય માર્કેટમાં ગ્રાન્ડ વિટારાની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત ₹10.76 લાખ થી શરૂ થઈને ટોપ મોડેલ માટે ₹19.72 લાખ સુધી જાય છે. ગ્રાન્ડ વિટારાનો સીધો મુકાબલો હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ અને ટોયોટા હાઇરાઇડર જેવી SUV સાથે છે.

