Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : No one can see the mobile number while shopping or buying vegetables

VIDEO: UPI નિયમોમાં થવાના મોટા ફેરફાર : શોપિંગ કે શાકભાજી લેતી વખતે મોબાઈલ નંબર કોઈ નહીં જોઈ શકે

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જો તમે પણ મોલમાં, શાકભાજીની દુકાને કે અન્ય કોઈ પણ જગ્યાએ નાનું-મોટું પેમેન્ટ કરવા માટે UPIનો ઉપયોગ કરતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) UPI પેમેન્ટ્સમાં પ્રાઇવસી સુધારવા અને યુઝર્સના ફોન નંબર છુપાવવાની (માસ્ક કરવાની) યોજના પર કામ કરી રહ્યું છે. સરકાર બેંકો અને UPI એપ્સ સાથે વાતચીત કરી રહી છે જેથી ખાતરી કરી શકાય કે ઓનલાઇન પેમેન્ટ સેવા આપતી કંપનીઓ ગ્રાહકોનો પર્સનલ ડેટા ભેગો કરવા, સ્ટોર કરવા અને શેર કરવાના મામલે ભારતના 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટ'નું પાલન કરે

App Store

UPI એપ્સ પર યુઝર્સની પ્રાઇવસી થશે વધુ તગડી 

4 સપ્ટેમ્બર સુધીની ડેડલાઇન: એક રિપોર્ટ અનુસાર, NPCIએ UPI એપ્સ અને બેંકોને યુઝર્સના ફોન નંબર 'માસ્ક' કરવાનું શરૂ કરવા જણાવ્યું છે. સરકારે બેંકો અને પેમેન્ટ એપ્સને આ બદલાવ લાગુ કરવા માટે 4 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. 

પ્રાઇવસીનું જોખમ: હાલમાં UPI પેમેન્ટ કરતી વખતે ઓળખ વેરિફાય કરવા માટે ફોન નંબર મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ ટ્રાન્ઝેક્શન દરમિયાન સામેવાળી વ્યક્તિને આખો મોબાઈલ નંબર દેખાવાથી અંગત કોન્ટેક્ટ ડિટેલ્સ અન્યો પાસે પહોંચી જતી હતી, જે સુરક્ષા માટે જોખમી છે. 

દરેક માહિતી થશે માસ્ક: NPCIના નિર્દેશ મુજબ, UPI પ્લેટફોર્મ્સે ગ્રાહકોની વિગતો જેવી કે UPI ID, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર છુપાવવાના (Mask કરવાના) રહેશે. 

ગ્રાહકોની ફરિયાદો બાદ નિર્ણય: સોશિયલ મીડિયા પર ખાસ કરીને મહિલા યુઝર્સ અને અન્ય ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે UPI ટ્રાન્ઝેક્શનમાં મોબાઈલ નંબર દેખાવાથી અજાણ્યા કોલ્સ, પજવણી અને પ્રાઇવસીનું જોખમ રહે છે, જેના પગલે આ પગલું લેવાયું છે. 

ફોન નંબર વગર UPI પેમેન્ટ કેવી રીતે થશે?

NPCIએ યુઝર્સની પર્સનલ વિગતો સુરક્ષિત રાખવા માટે ખાસ નિયમો બનાવ્યા છે:

1. માત્ર 4 અંક દેખાશે: મોબાઈલ નંબરના બદલે સામે વાળી વ્યક્તિને યુઝરના નંબરના માત્ર છેલ્લા 4 આંકડા જ દેખાશે. 
2.QR કોડ પેમેન્ટ: QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કર્યા પછી, એપ પેમેન્ટ કરનાર કે સ્વીકારનારનો મોબાઈલ નંબર બતાવશે નહીં. 
3. યુઝરનેમ આધારિત UPI ID: સરકારે UPI એપ્સને નિર્દેશ આપ્યો છે કે તે યુઝર્સને મોબાઈલ નંબર વગરનું (યુઝરનેમ આધારિત) UPI ID બનાવવાનો વિકલ્પ આપે અને તેને બાય-ડિફોલ્ટ (Default) તરીકે વાપરવાની સુવિધા આપે. 

ટોપિક્સ:GSTV NewsGujarati News