Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : More than 1.20 lakh layoffs worldwide due to AI, 35,000 jobs in danger in India too!

VIDEO: AIના કારણે વિશ્વમાં 1.20 લાખથી વધુ છટણી, ભારતમાં પણ 35,000 નોકરીઓ પર સંકટ!

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

એઆઈના વધતા ઉપયોગની અસર હવે વિશ્વભરના ટેક સેક્ટરમાં જોવા મળી રહી છે. વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં વિશ્વના ટેક સેક્ટરમાં 1.20 લાખથી વધુ ટેક સેક્ટરના કર્મચારીઓની છટણી થઈ ચૂકી છે. હવે, તેની સીધી અસર ભારત પર જોવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ, ભારતમાં આ વર્ષે ટેક સેક્ટરમાં 35 હજાર જેટલી નોકરીઓ ઘટી શકે છે.

App Store

આ વખતે થતી છટણીઓ અગાઉના વર્ષોની જેમ માત્ર ખર્ચ ઘટાડવા માટે નથી પરંતુ,એઆઈને કારણે કંપનીઓની કામગીરીમાં આવી રહેલા મૂળભૂત ફેરફારોનું પરિણામ છે. સોફ્ટવેર ડેવલપમેન્ટ, ક્વોલિટી ટેસ્ટિંગ, ટેક સપોર્ટ અને રૂટિન કોડિંગ જેવા અનેક કામ હવે એઆઈ ટૂલ્સની મદદથી ઝડપથી થઈ રહ્યા છે. જેથી કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા તરફ આગળ વધી રહી છે.

ભારતમાં ઘણી આઈટી કંપનીઓએ છટણીની જાહેરાત નથી કરી પરંતુ, સાઈલન્ટ લેઓફ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જેમાં, કર્મચારીઓને મોટી જાહેરાત વિના નોકરીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે અથવા નવી ભરતી પર રોક લગાવવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે, આઈટી સેક્ટરમાં ટકી રહેવા કર્મચારીઓ માટે નવી ટેકનોલોજી શીખવી, એઆઈ સ્કીલ ડેવલપ કરવી અને સતત અપસ્કિલિંગ પર ભાર મૂકવો પડશે.