Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Maruti E Vitara launched in Gujarat news

Auto News : ગુજરાતમાં Maruti E Vitara લૉન્ચ, 100થી વધુ દેશોમાં એક્સપોર્ટ થશે, જાણો ફીચર્સ

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Auto News : ગુજરાતમાં Maruti E Vitara લૉન્ચ, 100થી વધુ દેશોમાં એક્સપોર્ટ થશે, જાણો ફીચર્સ
સોર્સ : Google

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલે 26 ઓગસ્ટ 2025, મંગળવારના રોજ ​ગુજરાત પ્રવાસના બીજા દિવસે મારુતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'ને લીલી ઝંડી આપી હતી. મારુતિ સુઝુકીની આ ઇલેક્ટ્રિક એસયુવીનું લોન્ચિગ થઈ ગયું છે, જે જાપાન અને યુરોપ સહિત વિશ્વના 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે.

App Store

કેવી Maruti e Vitara 

નવી Maruti e Vitara વિશે વાત કરીએ તો, તેનો લુક-ડિઝાઇન અને ઇવન સાઈઝ ગયા વર્ષે કોન્સેપ્ટ તરીકે રજૂ કરાયેલા મારુતિ ઇવીએક્સ જેવો જ છે. જોકે, કેટલાક શાર્પ એંગલ ચોક્કસપણે ઘટાડવામાં આવ્યા છે. તેમાં આગળ અને પાછળ ટ્રાઇ-સ્લેશ એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ, આગળની ધાર પર ચાર્જિંગ પોર્ટ અને પાછળના વ્હીલ આર્ચ પર કર્વ્સ છે. તેના પાછળના દરવાજાના હેન્ડલને સી-પિલરમાં ખસેડવામાં આવ્યું છે, જે આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે.

18-ઇંચના એલોય વ્હીલ્સથી સજ્જ, આ  Maruti e Vitara  4,275 મીમી લંબાઈ, 1,800 મીમી પહોળાઈ અને ૧1,635 મીમી ઊંચાઈ ધરાવે છે. તેનો વ્હીલબેઝ  2,700 મીમી છે, જે ક્રેટા કરતા લાંબો છે. આ મોટો વ્હીલબેઝ કારની અંદર વધુ સારી બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં મદદ કરશે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 મીમી છે જે મોટાભાગની ભારતીય રસ્તાની સ્થિતિ માટે પૂરતું છે. વેરિઅન્ટના આધારે તેનું કુલ વજન 1,702 કિગ્રાથી 1,899 કિગ્રા સુધીની હોય છે.

બેટરી પેક અને રેન્જ

Maruti e Vitaraમાં લિથિયમ આયર્ન-ફોસ્ફેટ (LFP) બેટરી પેક છે. કંપની આ SUVને બે અલગ અલગ બેટરી પેક (49kWh અને 61kWh) સાથે ઓફર કરી રહી છે. મોટા બેટરી પેકમાં ડ્યુઅલ-મોટર ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD) સેટઅપ છે, જેને કંપની ઓલ ગ્રિપ-E કહે છે. કંપનીનો દાવો છે કે આ SUV એક જ ચાર્જ પર 500 કિમીથી વધુની રેન્જ આપશે.

આ કારને આપશે ટક્કર

હ્યુન્ડાઈ ક્રેટા ઇલેક્ટ્રિક મારુતિ માટે સૌથી મોટો પડકાર હશે. ક્રેટા ઇલેક્ટ્રિક બે બેટરી પેક વિકલ્પોમાં આવી રહી છે. જેમાં 42kWh અને 51.4kWh બેટરીનો સમાવેશ થાય છે. આ બંને બેટરી પેક અનુક્રમે 390 કિમી અને 473 કિમીની રેન્જ સાથે આવે છે જેનો દાવો ARAI દ્વારા કરવામાં આવ્યો છે.

ક્રેટા ઇલેક્ટ્રિકની કિંમત 17.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 24.38 લાખ રૂપિયા સુધી જાય છે. આ ઉપરાંત Maruti e Vitara ટાટા નેક્સન ઇવી અને એમજી વિન્ડસર જેવી કાર સાથે પણ ટક્કર આપશે.