Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Lost belongings can be easily found with the help of Android! Find out how…

VIDEO: એન્ડ્રોઇડની મદદથી સરળતાથી શોધી શકાશે ખોવાયેલો સામાન! જાણો કેવી રીતે…

Timeછેલ્લું અપડેટ : 04 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Googleએ એન્ડ્રોઇડના યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમની ખોવાઈ ગયેલી બેગને સરળતાથી શોધી શકશે. હાલમાં અમેરિકા-ઇરાન-ઇઝરાયલ વચ્ચેની વોરને કારણે ઘણી ફ્લાઇટ્સ બંધ છે. તેમ જ પેસેન્જર અટવાયા છે. આ સમયે સામાન અટવાઇ જાય એવું બની શકે છે. આથી બેગ શોધવા માટે Google દ્વારા આ નવું ફીચર માર્ચમાં આપવામાં આવેલા નવા સોફ્ટવેર સાથે Google Pixel ફોન માટે આપવામાં આવ્યું છે. આ ફીચરનો સમાવેશ Pixel Dropમાં કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમના લગેજમાં Find Hub સાથે સપોર્ટ હોય એવા ટ્રેકર ટેગનો ઉપયોગ કરી શકે છે. આ ટ્રેકરની લોકેશન એરલાઇન્સ સાથે શેર કરી શકાશે, જેના કારણે લગેજને ખૂબ જ સરળતાથી શોધી શકાશે. આ માટે Google દ્વારા ઘણી એરલાઇન કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે.

App Store

એરલાઇન સાથે લગેજની લોકેશન કેવી રીતે શેર કરવી?

આ નવા ફીચરનો ઉપયોગ કરવા માટે Find Hub એપ ઇન્સ્ટોલ હોવી જરૂરી છે. તેમાં યુઝર્સ પોતાનું ખોવાયેલું સામાન પસંદ કરી “share item location” પર ટૅપ કરી શકે છે. ત્યારબાદ એક સુરક્ષિત URL જનરેટ થાય છે, જેને એરલાઇનની મોબાઇલ એપ અથવા વેબસાઇટમાં પેસ્ટ કરી રીઅલ-ટાઇમ લગેજ ટ્રેકિંગ કરી શકાય છે. આ લિંક એરલાઇન્સ જોઈ શકશે અને તેઓ સામાનને સરળતાથી શોધી શકશે. જોકે આ માટે બેગમાં ટ્રેકર હોવું જરૂરી છે. આ લિંક સાત દિવસ પછી આપમેળે સમાપ્ત થઈ જાય છે. જો મોબાઇલને જાણ થઈ ગઈ કે લગેજ પાછું યુઝર પાસે આવી ગયું છે, ત્યારે લોકેશન શેરિંગ આપમેળે બંધ થઈ જશે. આ માટે મોબાઇલની એપ ટ્રેકરની લોકેશન દ્વારા એ નક્કી કરશે.

10થી વધુ એરલાઇન્સનો સપોર્ટ

હાલમાં દુનિયાની 10થી વધુ એરલાઇન્સ તેમની બેગેજ રિકવરી પ્રક્રિયામાં Find Hub લોકેશન સ્વીકારવાનું શરૂ કરી ચૂકી છે. તેમાં નીચેની એરલાઇન્સ સામેલ છે:

• AJet

• Air India

• China Airlines

• Lufthansa

• Austrian Airlines

• Brussels Airlines

• Swiss International Air Lines

• Saudia

• Scandinavian Airlines

• Turkish Airlines

Google ભવિષ્યમાં આ ફીચર વધુ સારી રીતે કામ કરી શકે એ માટે વધુ એરલાઇન્સ સાથે પાર્ટનરશિપની વાતચીત કરી રહ્યું છે.