Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Google AI Overview is showing fake helpline numbers, know what to do for safety

સાવધાન! Google AI Overview બતાવી રહ્યું છે નકલી હેલ્પલાઇન નંબર, જાણો સલામતી માટે શું કરવું

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જો તમે ગૂગલ સર્ચ પર કોઈ કંપનીનો કસ્ટમર કેર નંબર શોધો છો, તો સાવધાન થઈ જજો. તાજેતરના અહેવાલ મુજબ, ઠગબાજો ગૂગલના 'AI ઓવરવ્યુ' ફીચરમાં પોતાના ફેક (નકલી) નંબર મૂકી રહ્યા છે, જેના પર કોલ કે મેસેજ કરવાથી તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.

App Store

ગૂગલે વર્ષ 2024માં AI Overviews નામનું નવું ફીચર શરૂ કર્યું હતું. જ્યારે તમે ગૂગલમાં કંઈપણ સર્ચ કરો છો, ત્યારે ગૂગલ તમને વેબસાઈટની લિંક્સ બતાવવાને બદલે સૌથી ઉપર AI દ્વારા તૈયાર કરાયેલ એક ટૂંકો સારાંશ (Summary) બતાવે છે. આ વાંચવામાં તો સરળ છે, પરંતુ ઘણીવાર ભૂલો પણ કરે છે. જોકે, હવે તેની જે ખામીઓ સામે આવી રહી છે તે તમને વધુ પરેશાન કરી શકે છે.

AI ફીચર ભેગી કરી રહ્યું છે ખોટી માહિતી

એક રિપોર્ટ અનુસાર, ઓનલાઇન છેતરપિંડી કરનારા ગુનેગારોને ગૂગલના આ નવા AI ફીચરથી ફાયદો થઈ રહ્યો છે. ઇન્ટરનેટ પર પહેલેથી જ ઘણી ખોટી માહિતી અને ફેક હેલ્પલાઇન નંબરો ઉપલબ્ધ છે. હવે ગૂગલનું AI ઓવરવ્યુ મોડ આ જ માહિતી લોકોને બતાવી રહ્યું છે.

હકીકતમાં, ઠગબાજો મોટી કંપનીઓના નામ જેવી જ મળતી-આવતી અજાણી વેબસાઈટ બનાવે છે અને તેના પર પોતાના ફેક નંબર મૂકી દે છે. જ્યારે ગૂગલનું AI તે વેબસાઈટ્સ પરથી માહિતી એકત્ર કરે છે, ત્યારે તે તપાસ કર્યા વગર જ તે નકલી નંબરોને 'ઓફિશિયલ' ગણાવીને તમારી સામે રજૂ કરી દે છે. આ નંબરો પર સંપર્ક કરનારા લોકોને જ ઠગાઈનો શિકાર બનાવવામાં આવે છે.

ફેક હેલ્પલાઇન નંબરથી કેવી રીતે થાય છે ઠગાઈ?

જો તમે કોઈ એરલાઇન કે બેંકનો હેલ્પલાઇન નંબર શોધી રહ્યા હોવ અને AI તમને ફેક નંબર બતાવી દે, તો તેના પર કોલ કરવાથી તમારી પાસે પેમેન્ટ અથવા બેંકની વિગતો માંગવામાં આવી શકે છે. ફોન ઉપાડનાર વ્યક્તિ બિલકુલ પ્રોફેશનલ કર્મચારીની જેમ વાત કરે છે, જેથી તમે સરળતાથી તેની જાળમાં ફસાઈ શકો છો.

AI પરનો ભરોસો પડી શકે છે ભારે

વર્ષોથી ઠગબાજો ગૂગલ સર્ચના પરિણામોમાં પોતાના નંબર ઉપર લાવવાનો પ્રયાસ કરતા રહ્યા છે, પરંતુ AI ઓવરવ્યુએ આ જોખમ વધારી દીધું છે. સમસ્યા એ છે કે જ્યારે આપણે AI દ્વારા લખાયેલા જવાબો જોઈએ છીએ, ત્યારે આપણને લાગે છે કે આ માહિતી ગૂગલ તરફથી ચકાસાયેલી અને એકદમ સાચી છે. છેતરપિંડી કરનારાઓ આપણા આ જ ભરોસાનો ફાયદો ઉઠાવીને આપણને છેતરી શકે છે.

સુરક્ષા માટે શું કરવું?

ગૂગલનું કહેવું છે કે તેમણે આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે અનેક નવા સુરક્ષા પગલાં લીધા છે. તેમ છતાં, કંપની પોતે જ સલાહ આપે છે કે AI દ્વારા આપવામાં આવેલી માહિતીને અંતિમ સત્ય ન માનવું.

બચવાના સરળ રસ્તાઓ:

AI ઓવરવ્યુમાં દેખાતા નંબરો પર તરત જ ભરોસો ન કરો.

હંમેશા કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને જ કોન્ટેક્ટ નંબર શોધો.

કોઈપણ અજાણ્યા નંબર પર તમારી બેંકિંગ વિગતો કે OTP શેર ન કરો.

માહિતીની ખાતરી કરવા માટે એકથી વધુ વાર સર્ચ કરો અને અલગ-અલગ સ્રોતો તપાસો.