Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Learn how to delete ChatGPT history from your mobile and web.

TECH: જાણો, તમારા મોબાઈલ અને વેબમાંથી  ChatGPTની History કઈ રીતે કરવી ડિલીટ 

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2025
લાઇવ ટીવીGoogle News
TECH: જાણો, તમારા મોબાઈલ અને વેબમાંથી  ChatGPTની History કઈ રીતે કરવી ડિલીટ 
સોર્સ : GSTV

આજના સમયમાં ChatGPT ખૂબ જ લોકપ્રિય સાધન બની ગયું છે. ઘણા લોકો હવે સીધા Google ને બદલે ChatGPT થી પોતાના સવાલોના જવાબો લેવા લાગ્યા છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સીધી અને સરળ માહિતી આપે છે, અને તેમાં લિંક શોધવાની કોઈ જરુર નથી પડતી.

App Store

કેવી રીતે ડિલીટ કરવી ChatGPTની History?

ઉપરાંત, લોકો ChatGPTની મદદ ઈમેઈલ લખવા, અસાઈનમેન્ટ તૈયાર કરવા, રેઝ્યુમે બનાવા જેવા અનેક પર્સનલ કામ પણ લેતા હોય છે. એવામાં એ જાણવું જરુરી છે કે, જો તમે તમારી ચૅટમાં કોઈ પર્સનલ માહિતી શેર કરી છે, તો તેને કેવી રીતે દૂર કરી શકાય. આ લેખમાં આપણે જાણીશું કે મોબાઈલ અને વેબ બંનેમાંથી કેવી રીતે ChatGPTની સર્ચ History ડિલીટ કરીશકાય છે.

જો તમે તમારા સ્માર્ટફોન પર ChatGPT નો ઉપયોગ કરતા હોવ, તો નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો:

  • ChatGPT એપ્લિકેશન ખોલો.

  • ઉપર જમણી બાજુ જે 3 લીટીવાળું મેનુ આઈકન છે, તેને ક્લિક કરો.

  • હવે તમે ChatGPT અને Explore GPT ની નીચે તમારી બધી ચેટ History જોઈ શકશો.

  • નીચે આપેલા ત્રણ ડૉટ (⋮) પર ક્લિક કરો, જે પ્રોફાઇલ આઇકનની પાસ હોય છે.

  • હવે Data Controls પર ક્લિક કરો.

  • અહીં તમને Clear Chat History નો ઓપ્શન મળશે.

  • આના પર ક્લિક કરતા તમારી બધી જ History ડિલીટ થઈ જશે.

  • નોંધ: એક વાર History ડિલિટ કર્યા બાદ તેને પાછી લાવી શકાતી નથી.

Chatgpt: કમ્પ્યુટર અથવા વેબ પર History કેવી રીતે દૂર કરવી?

  • જો તમે ટેબલેટ પર Chatgptનો ઉપયોગ કરતા હોવ, તો History ડિલીટ કરવી ઘણી સરળ છે.

  • સૌથી પહેલા chat.openai.com વેબસાઇટ પર જાઓ અને લૉગ ઇન કરો.

  • ઉપર જમણા બાજુ આપેલ પ્રોફાઇલ આઈકન પર ક્લિક કરો.

  • હવે નીચેથી Settings વિકલ્પ પસંદ કરો.

  • Settingsમાં જઈને General ટેબ પર જાઓ.

  • નીચે સ્ક્રોલ કરવાથી તમને Delete All Chats નો ઓપ્શન દેખાશે.

  • તેના પર ક્લિક કરતા જ તમારી બધી જૂની Chats ડિલિટ થઈ જશે.

  • જો તમે ઈચ્છતા હોવ કે, તમારી કોઈ પણ ચેટ સેવ ન થાય, તો તમે Settingsમાં જઈને "Chat History & Training"ને પણ બંધ કરી શકો છો.

ChatGPT History: કેટલીક જરૂરી બાબતો

ChatGPT ની History ડિલીટ કરવાથી તમારી માહિતી સુરક્ષિત રહે છે. જો તમે કોઈપણ ઉપકરણ પર ChatGPT શેર કરો છો, તો તેની History ડિલીટ કરવી વધુ જરૂરી બની જાય છે. History દૂર કરવાથી તમારી બધી જૂની Chats હટી જશે, તેથી પહેલા જરુરી વસ્તુ સેવ કરી લેવી.