Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Is the bike not starting by kicking or self-starting? Then check these special things yourself

Auto/ શું કિક કે સેલ્ફ મારવાથી બાઈક સ્ટાર્ટ નથી થઈ રહી! તો જાતે જ તપાસો આ ખાસ વસ્તુઓ

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Auto/ શું કિક કે સેલ્ફ મારવાથી બાઈક સ્ટાર્ટ નથી થઈ રહી! તો જાતે જ તપાસો આ ખાસ વસ્તુઓ
સોર્સ : GSTV

સવારના સમયે ઓફિસ કે કોલેજ જવા નીકળવાનું હોય અને બાઇક સ્ટાર્ટ થવામાં નખરાં કરે, ત્યારે ગુસ્સો આવવો સ્વાભાવિક છે. જો તમારી બાઇક પણ વારંવાર સ્ટાર્ટ થવામાં તકલીફ આપતી હોય અને સેલ્ફ કે કિક મારવા છતાં ચાલુ ન થતી હોય, તો મિકેનિક પાસે જતાં પહેલાં આ 5 વસ્તુઓ જાતે તપાસી લો.

App Store

ફ્યુઅલ ઓન-ઓફ સ્વિચ (Fuel Tap)

ઘણા લોકોની આદત હોય છે કે બાઇક પાર્ક કર્યા પછી તેનું ફ્યુઅલ (પેટ્રોલ) ઓફ કરી દે છે. પછી જ્યારે બાઇક ચલાવવા માટે કાઢે છે ત્યારે ફ્યુઅલ ઓન કરવાનું ભૂલી જાય છે. એન્જિનને પેટ્રોલ ન મળવાને કારણે બાઇક સ્ટાર્ટ થતી નથી અને લોકો ખોટા પરેશાન થાય છે. આ એક સામાન્ય ભૂલ છે જે કોઈ પણ કરી શકે છે. તેથી, સૌથી પહેલા ચેક કરો કે પેટ્રોલની સ્વિચ 'On' છે કે નહીં.

સ્પાર્ક પ્લગ તપાસો (Spark Plug)

બાઇક સ્ટાર્ટ ન થવાનું સૌથી સામાન્ય કારણ ગંદો કે ખરાબ સ્પાર્ક પ્લગ હોઈ શકે છે. જો પ્લગ પર કાર્બન જામી ગયો હોય અથવા તે ભીનો થઈ ગયો હોય, તો એન્જિનમાં સ્પાર્ક (ચિંગારી) પેદા થતી નથી. આવા સમયે પ્લગ બહાર કાઢો, તેને સૂકા કપડા અથવા સેન્ડપેપર (રેગમાલ) થી સાફ કરો અને ફરી લગાવીને જુઓ. જો પ્લગ સાવ કાળો પડી ગયો હોય તો તેને બદલાવી નાખવો જોઈએ.

બેટરીની નબળાઈ (Battery Health)

આજકાલની મોટાભાગની બાઇક્સમાં 'સેલ્ફ સ્ટાર્ટ'નું ફીચર હોય છે. જો તમારી બાઇકનો હોર્ન ધીમો વાગતો હોય અથવા સેલ્ફ મારતી વખતે 'ઘર્ર-ઘર્ર' જેવો અવાજ આવતો હોય, તો સમજી લેવું કે બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે. ચેક કરો કે બેટરીના ટર્મિનલ્સ પર સફેદ પાવડર (કાટ) તો નથી જામ્યો ને? જો હોય તો તેને ગરમ પાણીથી સાફ કરો. જો બેટરી જૂની થઈ ગઈ હોય તો તેને બદલાવવી વધુ હિતાવહ છે.

એર ફિલ્ટર ચેક કરો (Air Filter)

એન્જિનને સ્ટાર્ટ થવા માટે માત્ર પેટ્રોલની જ નહીં, પણ ચોખ્ખી હવાની પણ જરૂર હોય છે. જો એર ફિલ્ટર બહુ વધારે ગંદુ હોય, તો એન્જિનને સ્ટાર્ટ થવામાં મુશ્કેલી પડે છે. તેથી, સમયાંતરે એર ફિલ્ટરને સાફ કરવું અથવા બદલવું ખૂબ જ જરૂરી છે.

ચોકનો સાચો ઉપયોગ (Use of Choke)

જો તમારી બાઇક સ્ટાર્ટ થવામાં તકલીફ આપતી હોય, તો તમે 'ચોક' (Choke) નો ઉપયોગ કરી શકો છો. તેનાથી બાઇક જલ્દી સ્ટાર્ટ થઈ જશે. ઘણીવાર એન્જિન ઠંડુ પડી ગયું હોય ત્યારે આ સમસ્યા સર્જાય છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં ચોકનો ઉપયોગ બાઇકને સરળતાથી સ્ટાર્ટ કરવામાં મદદરૂપ થાય છે.