Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : If you are using 'digital wallet', then be careful! Government warns about cyber fraud

VIDEO: Tech/ જો તમે 'ડિજિટલ વોલેટ'નો ઉપયોગ કરતા હોવ, તો સાવધાન! સાયબર ફ્રોડને લઈ સરકારે આપી ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ડિજિટલ યુગમાં લોકો ડિજિટલ વોલેટનો પુષ્કળ ઉપયોગ કરી રહ્યા છે, અને જ્યારે વાત ક્રિપ્ટોકરન્સીની આવે ત્યારે તેનો ઉપયોગ વધુ વધી જાય છે. પરંતુ સાવધાન, આ તમારી માટે જોખમી સાબિત થઈ શકે છે. ભારત સરકારના સાયબર ક્રાઈમ અધિકારીઓએ એક નવી એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં યુઝર્સને ક્રિપ્ટોકરન્સી સંબંધિત કૌભાંડો વિશે ચેતવણી આપવામાં આવી છે.

App Store

સ્કેમર્સ ખાસ કરીને એવા યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે જેઓ ડિજિટલ વોલેટનો ઉપયોગ કરે છે. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટમાં જણાવાયું છે કે, મુખ્યત્વે Trust Wallet અને તેના જેવા અન્ય પ્લેટફોર્મ્સના યુઝર્સ શિકાર બની રહ્યા છે. જોકે, સરકારી સંસ્થાએ આનાથી બચવાના ઉપાયો પણ બતાવ્યા છે.

કેવી રીતે થાય છે આ સ્કેમ?

એડવાઈઝરી મુજબ, નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU) એ નોંધ્યું છે કે આવી ફરિયાદોમાં મોટો ઉછાળો આવ્યો છે. જેમાં ઠગ લોકો પીઅર-ટુ-પીઅર (P2P) પદ્ધતિથી યુઝર્સનો સંપર્ક કરે છે. P2Pનો અર્થ છે કે સ્કેમર્સ સીધા લોકો સાથે વાતચીત કરીને લેવડ-દેવડ કરે છે, જેમાં બેંક કે સર્વર જેવા કોઈ મધ્યસ્થીની જરૂર પડતી નથી.

વોટ્સએપ કે ટેલિગ્રામનો ઉપયોગ

સ્કેમર્સ પકડાઈ ન જાય તે માટે WhatsApp અથવા Telegram જેવી મેસેજિંગ એપ્સનો સહારો લે છે. ત્યાંથી તેઓ યુઝર્સને નકલી વેરિફિકેશન વેબસાઈટ પર લઈ જાય છે અને તેમનું ક્રિપ્ટો વોલેટ કનેક્ટ કરવા કહે છે. એકવાર એક્સેસ મળી જાય પછી, હુમલાખોરો કોઈ પણ સૂચના વગર ફંડ ટ્રાન્સફર કરી લે છે. અધિકારીઓએ જણાવ્યું કે આ નુકસાનની ભરપાઈ કરવી અશક્ય છે, કારણ કે ક્રિપ્ટોમાં એકવાર ટ્રાન્ઝેક્શન થઈ ગયા પછી તેને રિવર્સ કરી શકાતું નથી.

બચવાના ઉપાયો

અધિકારીઓએ યુઝર્સને નીચે મુજબની સાવધાની રાખવા સૂચના આપી છે:

ક્રિપ્ટો વોલેટને ક્યારેય અજ્ઞાત કે શંકાસ્પદ વેબસાઇટ્સ સાથે કનેક્ટ ન કરો.

તમારા વોલેટના 'સીડ ફ્રેઝ' (Seed Phrases) કે અન્ય સંવેદનશીલ માહિતી ક્યારેય કોઈની સાથે શેર ન કરો.

કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા તેની વિશ્વસનીયતા તપાસો.

કોઈપણ શંકાસ્પદ કનેક્ટેડ એપ્લિકેશન (dApps) ને તરત જ ડિસ્કનેક્ટ કરો.

રિપોર્ટ કેવી રીતે કરવો?

જો તમારી સાથે છેતરપિંડી થાય, તો તરત જ આ રીતે રિપોર્ટ કરો:

રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો.

અથવા સત્તાવાર પોર્ટલ cybercrime.gov.in પર જઈને તાત્કાલિક ફરિયાદ નોંધાવો.

ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે અત્યંત સાવધ રહેવું અનિવાર્ય છે.