Auto News : : ગ્રાહકો અતિ ખુશ / GST ઘટાડા પછી Hyundai કાર સસ્તી થઈ, જુઓ બધા મોડેલની કિંમત

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (HMIL) એ જાહેરાત કરી છે કે તે વાહનો પરના તાજેતરના GST દરમાં ઘટાડાનો સંપૂર્ણ લ

Auto News : : ગ્રાહકો અતિ ખુશ / GST ઘટાડા પછી Hyundai કાર સસ્તી થઈ, જુઓ બધા મોડેલની કિંમત

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (HMIL) એ જાહેરાત કરી છે કે તે વાહનો પરના તાજેતરના GST દરમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ તેના ગ્રાહકોને આપશે, જે 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે, જે તારીખથી સુધારેલા GST દરો અમલમાં આવશે. આ સાથે દેશભરના હ્યુન્ડાઇ ગ્રાહકો તેના મનપસંદ હ્યુન્ડાઇ મોડેલો વધુ સસ્તા ભાવે ખરીદી શકશે, જેના કારણે આ તહેવારોની સિઝનમાં વાહનોનું વેચાણ ઝડપી બનશે.

Hyundai Verna, Creta, Alcazarની કિંમત

કિંમત ઘટાડા સાથે OEMનું સંપૂર્ણ પેસેન્જર વાહન સસ્તું થશે. Hyundai Creta N Lineની કિંમતમાં સૌથી ઓછો 71,762નો ઘટાડો થયો છે. એન્ટ્રી-લેવલ Grand i10 Nios 73,808 રૂપિયા સસ્તી થશે, જ્યારે Aura રૂપિયા 78,465 રૂપિયા, i20 રૂપિયા 98,053 અને Exter રૂપિયા 89,209 રૂપિયા સસ્તી થશે. i20 N Line 108,116 રૂપિયા સસ્તી થશે, જ્યારે Venue 123,659 રૂપિયા સસ્તી થશે.

જાહેરાત
મોડલ કિંમતમાં ઘટાડો (₹) લાગુ થવાની તારીખ
Grand i10 Nios 73,808 22 સપ્ટેમ્બર 2025
Aura 78,465 22 સપ્ટેમ્બર 2025
Exter 89,209 22 સપ્ટેમ્બર 2025
i20 98,053 22 સપ્ટેમ્બર 2025
i20 N Line 1,08,116 22 સપ્ટેમ્બર 2025
Venue 1,23,659 22 સપ્ટેમ્બર 2025
Venue N Line 1,19,390 22 સપ્ટેમ્બર 2025
Verna 60,640 22 સપ્ટેમ્બર 2025
Creta 72,145 22 સપ્ટેમ્બર 2025
Creta N Line 71,762 22 સપ્ટેમ્બર 2025
Alcazar 75,376 22 સપ્ટેમ્બર 2025
Tucson 2,40,303 22 સપ્ટેમ્બર 2025

તેમજ Venue N Lineની કિંમતમાં 119,390 રૂપિયાનો ઘટાડો થશે. Hyundai Verna, Creta, Alcazarની કિંમતોમાં 60,640 રૂપિયા, 72,145 રૂપિયા, 75,376 રૂપિયા અને 240,303 રૂપિયાનો ઘટાડો થશે.

હ્યુન્ડાઇ ઇલેક્ટ્રિક કારની કિંમત સમાન રહેશે

જોકે, હ્યુન્ડાઇ ઇલેક્ટ્રિક કારની કિંમતોમાં કોઈ ઘટાડો થશે નહીં. GST કાઉન્સિલે ઇલેક્ટ્રિક કાર પરના GST દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આનો અર્થ એ છે કે હ્યુન્ડાઇ ઇલેક્ટ્રિક કાર ભારતમાં પહેલાની જેમ જ કિંમતે વેચાતી રહેશે.

કંપનીનું નિવેદન

આ અંગે હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનસૂ કિમે જણાવ્યું હતું કે, "અમે ભારત સરકાર દ્વારા વાહનો પર GST ઘટાડવાના પ્રગતિશીલ અને દૂરંદેશી પગલાની હૃદયપૂર્વક પ્રશંસા કરીએ છીએ. આ સુધારાથી ન માત્ર ઓટો ક્ષેત્રને જ પ્રોત્સાહન મળશે, પરંતુ વ્યક્તિગત પરિવહનને વધુ સસ્તું અને સુલભ બનાવીને લાખો ગ્રાહકોને સશક્ત બનાવવાની દિશામાં એક મજબૂત પગલું પણ છે."

આ સમાચાર શેર કરો

જાહેરાત