Auto News : હીરોએ 100cc એન્જિનવાળી મોટરસાઇકલ કરી લોન્ચ, ઓછી કિંમતે અદ્ભુત ફીચર્સ

હીરો મોટોકોર્પે ભારતીય બજારમાં HF Deluxe Pro મોટરસાઇકલ લોન્ચ કરી છે. કંપનીએ આ નવા મોડેલમાં ટેકનોલોજી અને સ્ટાઇલ બંનેનો સમાવેશ કર્યો છે. કંપનીએ આ મોટરસાઇકલમાં i3s ટેકનોલોજી, લો ફ્રિકશન એન્જિન, નવા ગ્રાફિક્સ, LED હેડલાઇટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, 18 ઇંચ વ્હીલ, એડજસ્ટેબલ રિયર સસ્પેન્શન જેવા ફીચર્સનો સમાવેશ કર્યો છે. આ મોટરસાઇકલની એક્સ-શોરૂમ કિંમત 73500 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
કંપનીએ આ મોટરસાઇકલમાં 97.2cc ક્ષમતા ધરાવતું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન આપ્યું છે. જે બાઇકને 7.9 bhp ની મહત્તમ શક્તિ અને 8.05 ન્યૂટન મીટરનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે.
આ મોટરસાઇકલના લોન્ચિંગ પર હીરો મોટોકોર્પના CBO આશુતોષ વર્માએ જણાવ્યું હતું કે HF Deluxe ભારતભરના લાખો ગ્રાહકો માટે એક વિશ્વસનીય ભાગીદાર રહ્યું છે. જે તેની વિશ્વસનીયતા અને ઇંધણ કાર્યક્ષમતા માટે જાણીતું છે. નવી HF Deluxe Pro સાથે અમે બોલ્ડ ડિઝાઇન, અદ્યતન સુવિધાઓ અને સુધારેલ ઇંધણ કાર્યક્ષમતા રજૂ કરીને આ વિશ્વાસને વધુ આગળ વધાર્યો છે, જે આ બધું નવા યુગના ભારતીય રાઇડર્સની જરૂરિયાતોને અનુરૂપ છે.
કંપનીએ આ બાઇકને એન્ટ્રી લેવલ બાઇક સેગમેન્ટમાં લોન્ચ કરી છે. આ સેગમેન્ટમાં તે બજાજ, ટીવીએસ, હોન્ડા જેવા ટુ વ્હીલર ઉત્પાદકોની બાઇક સાથે સીધી સ્પર્ધા કરશે. તમને જણાવી દઈએ કે 100cc સેગમેન્ટમાં HF Deluxeની માંગ ઘણી સારી છે. તે હીરો સ્પ્લેન્ડર, હોન્ડા શાઇન જેવા મોડેલો સાથે સીધી સ્પર્ધા કરે છે.

