Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Fraud in the name of iPhone 17

Online Fraud: iPhone 17ના નામે ઠગાઇ, સાયબર ગુનેગારો આ રીતે ખાતા કરી રહ્યા છે ખાલી 

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Online Fraud: iPhone 17ના નામે ઠગાઇ, સાયબર ગુનેગારો આ રીતે ખાતા કરી રહ્યા છે ખાલી 
સોર્સ : gstv

Apple iPhone 17 Seriesના પ્રી-ઓર્ડર શરૂ થયા હોવાથી સાયબર ગુનેગારો સક્રિય બન્યા છે. સાયબર સુરક્ષા કંપની Kaspersky અહેવાલ આપ્યો છે કે સાયબર ગુનેગારો વિશ્વભરમાં ઉત્સુક ખરીદદારોને નિશાન બનાવી રહ્યા છે. ઓનલાઈન સ્કેમર્સ ઉપકરણની આસપાસના ઉત્તેજનાનો લાભ લઈ રહ્યા છે, નકલી વેબસાઇટ અને નકલી લોટરી જેવી ઓફરો દ્વારા વપરાશકર્તાઓને લલચાવી રહ્યા છે જેથી તેઓ વ્યક્તિગત અને નાણાકીય માહિતી ચોરી શકે.

App Store

છેતરપિંડી કરનારાઓ મૂળ જેવી નકલી વેબસાઇટ દ્વારા લોકોને છેતરી રહ્યા છે. આ નકલી વેબસાઇટ iPhone 17 માટે વહેલા પ્રી-ઓર્ડરનું વચન આપીને અને ઉપકરણ ઝડપથી વેચાઈ રહ્યું હોવાનો દાવો કરીને વપરાશકર્તાઓને લલચાવે છે. જ્યારે વપરાશકર્તાઓ ફોન ખરીદવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેની પાસે બેંક કાર્ડની માહિતી માંગવામાં આવે છે, જે પછી સ્કેમર્સ ચોરી લે છે.

Free Apple iPhoneથી લલચાશો નહીં

સ્કેમર્સ નકલી લોટરી ટિકિટ અને મફત આઇફોન જીતવાના વચનો આપીને લોકોને લલચાવી રહ્યા છે. ઇનામ જીતવા માટે, વપરાશકર્તાઓને સર્વે પૂર્ણ કરવા અને તેનું ઇમેઇલ સરનામું, ફોન નંબર અને ડિલિવરી ચાર્જ આપવાનું કહેવામાં આવે છે. નકલી સાઇટ પર નકલી ફીડબેક સેક્શનમાં કથિત વિજેતાઓને બતાવવામાં આવે છે.

Online Scamથી કેવી રીતે બચવું

એપલની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી કરો, પરંતુ ખરીદી કરતા પહેલા URL તપાસો. URLમાં જોડણીની ભૂલોને અવગણશો નહીં.

ફક્ત અધિકૃત ડીલર અથવા રિટેલર પાસેથી જ ફોન ખરીદો

જો તમને ઇમેઇલ, ટેક્સ્ટ મેસેજ અથવા સોશિયલ મીડિયા દ્વારા કોઈ આકર્ષક ઓફર દેખાય, તો લાલચમાં ન આવો અને વિચાર્યા વિના અજાણી લિંક પર ક્લિક કરવાની ભૂલ ન કરો. અજાણી લિંક પર ક્લિક કરવાથી તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે.