Tech News: ફોનની પણ હોય છે એક્સપાયરી ડેટ? જાણો કેવી રીતે ચેક કરવી

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન વગર જીવનની કલ્પના પણ નથી થઈ શકતી. કોઈને ફોન કરવો હોય, પૈસા ટ્રાન્સફર કરવા હોય, કોઈને ફોટો-વીડિયો કે ડોક્યુમેન્ટ મોકલવા હોય બધા કામ મોબાઈલથી જ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા મોબાઈલની પણ એક એક્સપાયરી ડેટ હોય છે? આ વાત સાંભળીને તમને જરૂર નવાઈ લાગી હશે? આજે સરળ ભાષામાં સમજો કે આ એક્સપાયરી ડેટ ખરેખર શું છે અને તે કેવી રીતે જાણી શકાય છે.
શું ખરેખર મોબાઈલની એક્સપાયરી ડેટ હોય છે? હા આ બિલકુલ સાચું છે! મોબાઈલની પણ એક્સપાયરી ડેટ હોય છે. મોબાઈલ ફોન એક સમયગાળા સુધી જ યોગ્ય રીતે ચાલી શકે છે, ત્યારબાદ તેમાં ટેક્નિકલ સમસ્યા આવવા લાગે છે. એવામાં દરેક લોકો પોતાના ફોનની એક્સપાયરી ડેટ જાણી શકે છે.
કેવી રીતે ખબર પડશે મોબાઈલની એક્સપાયરી ડેટ? - મોબાઈલ ફોનમાં કંપની દ્વારા અપડેટ અને સપોર્ટ આપવામાં આવે છે. સામાન્ય રીતે અલગ-અલગ કંપનીઓ દ્વારા અલગ-અલગ સમય માટે અપડેટ આપવામાં આવે છે. જ્યારથી કંપની તરફથી અપડેટ અને સપોર્ટ આપવાનું બંધ થઈ જાય છે, તે દિવસથી મોબાઈલને એક્સપાયર માની લેવામાં આવે છે. એટલે કે જ્યારે કંપની નવા અપડેટ આપવાનું બંધ કરી દે છે, ત્યારથી તે ફોનને "એક્સપાયર્ડ" ગણવામાં આવે છે.
મેન્યુફેક્ચરિંગ ડેટ કેમ જોવી જોઈએ? - મોબાઈલ ફોનની લાઈફ ત્યારથી શરૂ થઈ જાય છે, જ્યારથી તે બનીને તૈયાર થઈ જાય છે. તમે ફોન ખરીદતી વખતે તેના બોક્સ પર મેન્યુફેક્ચરિંગ ડેટ જરૂર જોઈ શકો છો.
એક્સપાયર થયા પછી ફોનમાં શું થાય છે? - જો કંપની તરફથી OS અપડેટ અથવા સુરક્ષા પેચ મળવાનું બંધ થઈ જાય છે, તો આવા મોબાઈલને એક્સપાયર માની લેવામાં આવે છે, જ્યારે કંપની તરફથી અપડેટ નથી મળતું તો તેનાથી ફોનની સ્પીડ ધીમી થવા લાગે છે. ટેક્નિકલ સમસ્યા શરૂ થઈ જાય છે.

