Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Attempt to block WhatsApp's encrypted service: This country accused

Tech: Whatsappની ઇન્ક્રિપ્ટેડ સર્વિસને બ્લોક કરવાની કોશિશ: આ દેશ પર લગાવાયો આરોપ

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Tech: Whatsappની ઇન્ક્રિપ્ટેડ સર્વિસને બ્લોક કરવાની કોશિશ: આ દેશ પર લગાવાયો આરોપ
સોર્સ : gstv

Whatsapp દ્વારા રશિયાની સરકાર પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેઓ તેમની સર્વિસને બ્લોક કરવાની કોશિશ કરી રહ્યા છે. Whatsapp તેની સર્વિસને સિક્યોર અને ઇન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન બનાવવા માગે છે. જોકે રશિયા એનાથી અસંતુષ્ટ છે. રશિયામાં સર્વિસને બ્લોક કરવાની કોશિશ કરવામાં આવી રહી હોવા છતાં મેટા તેના રશિયન યુઝર્સને Whatsappની તમામ સિક્યોર સર્વિસ આપવા માટે એકબદ્ધ છે, જેથી ત્યાંના યુઝર્સ પ્રાઇવેટ કમ્યુનિકેશન કરી શકે. રશિયાની ડિજિટલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તેઓ ટેલિગ્રામ અને Whatsappના કોલને રિસ્ટ્રિક્ટેડ કરી રહ્યાં છે.

App Store

Whatsapp છેલ્લે સુધી ફાઇટ કરશે

રશિયાની સરકાર તેમની સર્વિસને બ્લોક કરવાની કોશિશ કરી રહી હોવાથી Whatsapp દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટમાં Whatsapp દ્વારા કહેવામાં આવ્યું છે કે, "Whatsapp પ્રાઇવેટ છે. એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ દ્વારા એને સિક્યોર બનાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા લોકોના પ્રાઇવેટ કમ્યુનિકેશનનો હક છીનવી લેવાની કોશિશ કરવામાં આવી રહી છે. રશિયા દ્વારા તેમના 100 મિલિયન લોકોનો આ હક અમારી સર્વિસને બ્લોક કરીને છીનવી લેવાની કોશિશ કરવામાં આવી રહી છે. અમારાથી શક્ય હોય એટલી અમે તમામ કોશિશ કરીશું જેથી અમે દુનિયાભરના યુઝર્સને એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન સર્વિસ આપી શકીએ. એમાં રશિયાનો પણ સમાવેશ થાય છે."

Whatsappની સાથે ટેલિગ્રામ પર પણ અસર

રશિયાના એક્શનની અસર ટેલિગ્રામ પર પણ થઈ રહી છે.Whatsappની જેમ આ પણ એક પોપ્યુલર મેસેજિંગ પ્લેટફોર્મ છે. રશિયાના એક્શનને લઈને ટેલિગ્રામ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારા મોડરેટર AIનો ઉપયોગ કરીને એપ્લિકેશનમાં જેટલી પણ પબ્લિક કન્ટેન્ટ છે એને મોડરેટ કરી રહ્યું છે. કંપની દ્વારા રોજના લાખો મેસેજને કાઢવામાં આવે છે. ટેલિગ્રામ તેનો ગેરઉપયોગ ન થઈ શકે એ માટે ખૂબ જ એક્ટિવ રહે છે. એમાં મેસેજ, કોલ અને ફ્રોડને પણ અટકાવવામાં આવે છે.

રશિયાના આ એક્શનનું કારણ શું છે?

રશિયાની Digital Developement Ministry હાલમાં ખૂબ જ સ્ટ્રિક્ટ એક્શન લઈ રહી છે. આ પાછળનું કારણ તેઓ જણાવી રહ્યાં છે કે વિદેશી એપ્લિકેશનની કંપનીઓ સરકારને ફ્રોડ અને ટેરરિઝમ ઇન્વેસ્ટિગેશન વિશે કોઈ માહિતી પૂરી નથી પાડી રહી. રશિયા અને વોટ્સએપ જ નહીં, પરંતુ અન્ય પણ વિદેશી ટેક કંપનીઓ સાથેનો મતભેદ ઘણાં સમયથી ચાલતો આવ્યો છે. આ કંપનીઓના કન્ટેન્ટ અને ડેટા સ્ટોરેજને લઈને રશિયા ઘણાં સમયથી તેમની પાછળ પડી છે.