Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : AI had already predicted the date of the attack on Iran

AIએ પહેલા જ જણાવી દીધી હતી ઈરાન પર હુમલાની તારીખ; જાણો એલોન મસ્કે શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 02 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દુનિયાભરના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે કે એલોન મસ્ક (Elon Musk) ના Grok AI એ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર થનારા હુમલાની તારીખની જાહેરાત થોડા દિવસો પહેલા જ કરી દીધી હતી. એટલું જ નહીં, જેરુસલેમ પોસ્ટ આ અંગે માહિતી શેર કરી ચૂક્યું છે અને એલોન મસ્ક પણ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે.

App Store

હવે સવાલ એ થાય છે કે AI ChatBot એ આ માહિતી શા માટે અને કેવી રીતે આપી? શું આ કોઈ ડેટા પર આધારિત છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. તપાસ કરતા માલૂમ પડે છે કે, આ કોઈ ગુપ્ત લશ્કરી યોજનાની વાસ્તવિક આગાહી નહોતી, પરંતુ એક પદ્ધતિસરની કવાયત (Methodological Exercise) નું પરિણામ હતું.

એક રિપોર્ટ અનુસાર 25 ફેબ્રુઆરી 2026ના રોજ ચાર AI લેંગ્વેજ મોડલ્સ - Claude (Anthropic), Gemini (Google), ChatGPT (OpenAI) અને Grok (XAI) ને એક જેવો જ પ્રોમ્પટ આપવામાં આવ્યો હતો.

માત્ર Grok AI નો જવાબ સાચો પડ્યો

તમામ AI ChatBot ને પૂછવામાં આવ્યું હતું કે જો અમેરિકા ઈરાન પર કાલ્પનિક હુમલો કરે છે, તો તે ક્યારે હોઈ શકે છે? જેના પર ગ્રોક (Grok) ના જવાબમાં માત્ર એક તારીખ આપવામાં આવી હતી.

ઈન્ટરનેટ પર પોસ્ટ વાયરલ થઈ

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર શરૂ કરાયેલા હુમલાની માહિતી મળ્યા બાદ, Grok AI દ્વારા જણાવવામાં આવેલી તારીખના સ્ક્રીનશોટ્સ ઇન્ટરનેટ પર શેર થવા લાગ્યા. ત્યારબાદ ઘણા લોકોએ ભારે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું.

Grok AI ની તારીખ પર એલોન મસ્કે આપ્યો જવાબ

Grok AI એ જ્યારે ઈરાન પર થનારા હુમલાની તારીખ જણાવી અને તે ઇન્ટરનેટ પર વાયરલ થઈ, ત્યારે એલોન મસ્કે એક પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી. મસ્કે તે પોસ્ટને રીપોસ્ટ કરતા કોમેન્ટ લખી કે, "ભવિષ્યની આગાહી કરવી એ બુદ્ધિનું સૌથી શ્રેષ્ઠ માપદંડ છે."

ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં ત્યાંના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું છે. ખામેનેઈએ 36 વર્ષ સુધી ઈરાનની સત્તા સંભાળી હતી. હુમલામાં ખામેનેઈના મોત બાદ સ્થાનિક લોકો અમેરિકાનો વિરોધ પણ કરી રહ્યા છે.