GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

લાઠીમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતી નિમિત્તે ભવ્ય રાષ્ટ્રીય એકતા યાત્રાનું આયોજન

લાઠીમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતી નિમિત્તે ભવ્ય રાષ્ટ્રીય એકતા યાત્રાનું આયોજન

ભારત રત્ન, લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા મહાન રાષ્ટ્રનાયક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે લાઠી નગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લાઠી-બાબરાના લોકલાડીલા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, પ્રાંત અધિકારીશ્રી ચૌહાણ સાહેબ, મામલતદારશ્રી રાજ્યગુરુ સાહેબ, TDO શ્રી ઝાલા સાહેબ, ચીફ ઓફિસરશ્રી વેકરિયા સાહેબ, નગરપાલિકા પ્રમુખશ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

આ પ્રસંગે લાઠી શહેરમાં વિવિધ ક્ષેત્રે સેવા અને સમાજહિતનાં કાર્યો કરતી સંસ્થાઓનું તેમજ કુસ્તી ની રમતમાં રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

અલમગીરી હોટલથી ભવાની ગાર્ડન સુધી યોજાયેલી આ યાત્રામાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે સૌએ સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્નને યાદ કરી દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ લાઠી નગરપાલિકા તથા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસો અને સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.