GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
હટકેશ્વર ખાતે ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન
રિપોર્ટેડ બાય: VIJENDRAKUMAR JAIN, AHMEDABAD-380008પ્રકાશિત :
ફોટો 1 / 5
અમદાવાદના હટકેશ્વર વિસ્તારમાં આવેલી ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં તા. 30 ઓક્ટોબર, 2026ના રોજ વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન આધારિત પ્રોજેક્ટ્સ અને મોડેલ્સ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક જ્ઞાન અને નવીન વિચારોનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. શિક્ષકો અને વાલીઓએ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને મહેનતને બિરદાવી હતી.





