GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કુમકુમ મંદિરના સંસ્થાપક આનંદપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિમાં ૮૦ લાખ મંત્રજાપ (૮૦ હજાર માળા) કરવામાં આવી
રિપોર્ટેડ બાય: શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંસ્થાપક અને સાધુતાની મૂર્તિ પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આ ધરા પર ૧૦૦ વર્ષનું આયુષ્ય અને ૮૦ વર્ષનું સુદીર્ઘ તથા આદર્શ સાધુ જીવન જીવ્યા હતા. તેમના આ ૮૦ વર્ષના સાધુ જીવનની પાવન સ્મૃતિમાં અને શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સદ્ગુરુ સ્વામીજીની પ્રસન્નતા અર્થે કુમકુમ મંદિરના સંતો તેમજ દેશ-વિદેશના હરિભક્તો દ્વારા માત્ર ૧૫ જ દિવસમાં ૮૦ હજાર જેટલી માળાઓ ફેરવી ૮૦ લાખથી વધુ 'સ્વામિનારાયણ' મહામંત્રના જાપ સંપન્ન કરવામાં આવ્યા છે.
કુમકુમ મંદિરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, "સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના કરકમળમાં ૨૪ કલાક અખંડ માળા રહેતી હતી અને અવિરત મંત્રજાપ ચાલતો હતો. માળા અને ભગવદ્ ભક્તિ તેમને અતિશય પ્રિય હતાં. તેથી જ સ્વામીજી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવાના કરવાના ઉત્તમ હેતુથી ભારત ઉપરાંત લંડન, અમેરિકા, કેનેડા સહિત વિશ્વભરના હરિભક્તોએ સાથે મળીને ૧૫ દિવસમાં આ ભક્તિમય અનુષ્ઠાન પૂર્ણ કર્યું છે."
પૂજ્ય પ્રેમવત્સલદાસજી સ્વામીએ મહામંત્રનો મહિમા વર્ણવતાં વિશેષમાં જણાવ્યું હતું કે, "આજના ભાગદોડભર્યા યુગમાં મંત્રજાપ કરવાથી મનને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે અને માનવી ડિપ્રેશન તથા માનસિક તણાવમાંથી મુક્ત બને છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ મંત્રજાપથી જીવના મોટામાં મોટા પાપો પણ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ સ્વયં વચન આપ્યું છે કે, જે કોઈ જીવ નિષ્ઠાપૂર્વક આ મહામંત્રની માળા ફેરવશે અને મંત્રજાપ કરશે તેના આધિ, વ્યાધિ અને ઉપાધિ નાશ પામશે. તે આ લોક અને પરલોકમાં સુખી થશે તથા દેહત્યાગ સમયે સ્વયં તેને તેડવા માટે અમે આવીશું અને અક્ષરધામની પ્રાપ્તિ કરાવીશું".





