GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

લાઠી પોલીસે ૨ વર્ષ પહેલાં ચોરાયેલી મોબાઈલનો ભેદ ઉકેલ્યો

લાઠી પોલીસે ૨ વર્ષ પહેલાં ચોરાયેલી મોબાઈલનો ભેદ ઉકેલ્યો — ફોટો 1

લાઠી પોલીસે બે વર્ષ જૂના મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
ચોરીના મોબાઈલ સાથે એક આરોપી ઝડપાયો, રૂ. 9,990નો મુદ્દામાલ રિકવર કરાયો
અમરેલી: લાઠી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બે વર્ષ પહેલાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલા મોબાઈલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
અમરેલી જિલ્લામાં બનતા ચોરીના બનાવોમાં ત્વરિત કાર્યવાહી કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા તેમજ આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા ભાવનગર વિભાગના આઈ.જી.પી. આર.વી. અસારી, અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને લાઠી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી વિસ્મય માનસેતાની સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેના અનુસંધાને લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે લાઠી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં નોંધાયેલા પાર્ટ-એ ગુ.ર.નં. 11193034240157/2024, IPC કલમ 379 મુજબના મોબાઈલ ચોરીના ગુનામાં તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન પોલીસે ચોરીમાં ગયેલો Samsung Galaxy M14 5G મોબાઈલ ફોન, જેની કિંમત રૂ. 9,990 છે, તે રિકવર કર્યો હતો અને આરોપી કાનજી ઉર્ફે કાનો લાધાભાઈ પરમાર (ઉંમર 25 વર્ષ), રહે. કુતાણા, તા. લીલીયા, જી. અમરેલીને ઝડપી પાડ્યો હતો.
આમ, લાઠી પોલીસની સર્વેલન્સ ટીમે બે વર્ષ જૂના અનડીટેક્ટ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.