GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
લાઠીના ધામેલ ગામે ઘારાસભ્ય જનકભાઇ તળાવીયા દ્વારા કરાયું વિકાસ કર્યોનું ખાત મુહૂર્ત
રિપોર્ટેડ બાય: કલ્પેશ ખેર, અમરેલીપ્રકાશિત :
ફોટો 1 / 5
*લાઠીના ઘામેલ ગામે ધારાસભ્ય જનક તળાવીયા જીલ્લા પંચાયત સદસ્ય નરેશ ડોંડાના હસ્તે રૂ. 4.30 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત*
*દામનગર–ઘામેલ રીસર્ફેસિંગ રોડ માટે રૂ. ૪ કરોડ તથા રૂ. ૩૦ લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત*
*લાઠી તાલુકાના ઘામેલ ગામે નવા વર્ષના વિકાસની નવી ભેટ*
લાઠી તાલુકાના ઘામેલ ગામે વિકાસકાર્યોને વધુ વેગ આપતા અંદાજીત રૂ. ૪ કરોડ ૩૦ લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત લોકપ્રિય ધારાસભ્ય જનકભાઈ તળાવીયા તથા આંબરડી શીટના જીલ્લા પંચાયતના સદસ્ય નરેશભાઇ ડોંડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત સાથે ઘામેલ ગામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાયનો પ્રારંભ થયો છે.
આ પ્રસંગે મુખ્યત્વે દામનગર–ઘામેલ રીસર્ફેસિંગ રોડના અંદાજીત રૂ. ૪ કરોડના ખર્ચે થનારા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગના રીસર્ફેસિંગથી દામનગર અને ઘામેલ વચ્ચેના વાહનવ્યવહારને વધુ સુગમતા મળશે તેમજ સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને વર્ષોથી પડતી આવતી માર્ગ સંબંધિત મુશ્કેલીઓમાં રાહત મળશે.
સાથે જ અંદાજીત રૂ. ૩૦ લાખના વિવિધ વિકાસકાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યો થકી ગામમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે અને ગ્રામજનોને સુવિધાસભર માળખાકીય વિકાસનો લાભ મળશે.
ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, લાઠી–બાબરા–દામનગર વિધાનસભા વિસ્તારમાં વિકાસના કામો સતત આગળ ધપાવવાનો સંકલ્પ છે. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય સહિતની પાયાની સુવિધાઓને મજબૂત બનાવવા માટે સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી રહી છે અને તેના પરિણામે વિસ્તારને એક પછી એક વિકાસની ભેટ મળી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વિકાસ એ માત્ર શહેરો પૂરતો સીમિત ન રહે, પરંતુ ગામડાં સુધી વિકાસની સુવિધાઓ પહોંચે તે અમારી પ્રાથમિકતા છે. ઘામેલ સહિત લાઠી તાલુકાના દરેક ગામમાં જરૂરી વિકાસકાર્યોને પ્રાથમિકતા આપી આગામી સમયમાં પણ વધુ વિકાસકામો સાકાર કરવામાં આવશે.”
આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોએ દામનગર–ઘામેલ માર્ગના રીસર્ફેસિંગ સહિતના વિકાસકાર્યોની મંજૂરી અને ખાતમુહૂર્ત બદલ ધારાસભ્ય જનકભાઈ તળાવીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. વિકાસકાર્યોના ખાતમુહૂર્તને પગલે ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ચ, તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી, ગ્રામ પંચાયતના સરપંચ, ગામના આગેવાનો, ભાજપના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઠી–બાબરા–દામનગર વિધાનસભા વિસ્તારમાં **“સૌનો સાથ, સૌનો વિકાસ”**ના સંકલ્પ સાથે વિકાસની આ ગતિ આગામી સમયમાં પણ સતત આગળ વધતી રહેશે.





