GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં નવરાત્રિની ઉજવણી

અમદાવાદની ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું. શાળાના આચાર્ય શ્રી વિજેન્દ્રકુમાર જૈનના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકો અને વાલીઓના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.