GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

લોકતંત્ર બચાવો અભિયાન અંતર્ગત પદયાત્રા

લોકતંત્ર બચાવો અભિયાન અંતર્ગત પદયાત્રા

ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિવિધ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલી ( S I R ) પ્રક્રિયા સંબંધિત ગેરરીતિઓના આક્ષેપો તથા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશકુમારની ભૂમિકા અંગે ઊભા થયેલાં પ્રશ્નોનોના સંદર્ભમાં લોકશાહી મૂલ્યો, નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા અને નાગરિકોનાં મતાધિકાર અંગે જનજાગૃતિ લાવવાનાં ઉદેશથી લોકતંત્ર બચાવો અભિયાન અંતર્ગત કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તા.૧૯/૧૦/૨૦૨૬ સોમવારે બપોરે ૧:૦૦કલાકે કાલોલ ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અને ડૉ.બાબાસાહેબની પ્રતિમા ને પુષ્પહાર કરી પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી પ્રદ્યુમનસિંહ પરમાર, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ સુરજસિંહ સોલંકી તેમજ મહામંત્રી કિરણભાઈ પરમાર,લક્ષ્મણસિંહ ચૌહાણ તેમજ આગેવાન ગણપતસિંહ પરમાર હાજર રહ્યા.
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો ખૂબ આભાર.