GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

નિધિ સ્કૂલમાં વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

રાજકોટ શહેરના વોર્ડ નંબર - 1ના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કૂલમાં વિજયા દશમી પર્વ અનુસંધાને વિદ્યાર્થીઓમાં શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની પૂજન આવશ્યક હોય શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના મંગેશભાઈ દેસાઈ, ધ્રુવ કુંડેલ તેમજ નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેલા હતા, તેમજ સર્વ પ્રથમ શાસ્ત્ર અને શસ્ત્રોનું પૂજન કરેલ હતું, ત્યારબાદ વિદ્યાર્થીઓને શા માટે શસ્ત્ર અને શાસ્ત્ર નું પૂજન કરવું જોઈએ, તે અંગે માહિતગાર કરવામાં આવેલ હતા, તેમજ વિજયાદશમી પર્વ અસત્ય પર સત્યનો વિજય થયેલ હોય તેમજ આપણા જીવનમાં રહેલ અવગુણો દૂર થાય તે અંગેની માહિતી આપવામાં આવેલ હતી, દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોએ શસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન કરેલ હતું, આ કાર્યક્રમની વ્યવસ્થા નિધિ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, કાજલબા ચુડાસમા,હર્ષદ રાઠોડ, હેમાલી મકવાણા, દ્રષ્ટિ ચાવડીયા, સ્નેહા માકડ તેમજ સમગ્ર શિક્ષક દ્વારા કરવામાં આવેલ હતી....