GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
આંબાવાડી સ્થિત નિહારિકા બંગલોઝ ખાતે સાતમા નોરતે યોજાયો દિવ્ય દીપોત્સવ
રિપોર્ટેડ બાય: Pradeep Nayak, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 4
ખેલૈયાઓએ કરી મા અંબાની આરાધના
સંસ્કૃતિ, ભક્તિ અને ઉત્સવના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા નિહારિકા બંગલોઝ ખાતે સાતમા નોરતે (મહાસપ્તમી) એક અનોખી અને અલૌકિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના સાતમા દિવસે સોસાયટીના ખેલૈયાઓએ હાથમાં પ્રગટાવેલા દીવા (દીપ) ધારણ કરીને ભક્તિસભર માહોલમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી અને વર્તુળાકારે ગરબા રમીને અંધકાર પર પ્રકાશના વિજયનો અને મા કાળરાત્રીની ભક્તિનો સંદેશ વહેતો કર્યો હતો.આ પ્રકારના આયોજનથી સોસાયટીમાં ભાઈચારો, એકતા અને આપણી સાંસ્કૃતિક પરંપરાઓ જળવાઈ.




