GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બોરસદમાં માનસિક આરોગ્ય જાગૃતિ સેમિનાર યોજાયો

બોરસદમાં રોટરી ક્લબ ઓફ બોરસદ સનસિટી અને ઇનર વ્હીલ ક્લબ ઓફ બોરસદ સનસિટી દ્વારા 15 ઓક્ટોબર, 2026ના રોજ માનસિક આરોગ્ય જાગૃતિ સેમિનાર યોજાયો હતો. ભાર્ગવ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, દહેમી અને આર. એચ. પટેલ નર્સિંગ કોલેજ (શ્રદ્ધા હોસ્પિટલ) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડૉ. રાજેશ્રી બોસમિયાએ તણાવ, ડિપ્રેશન, ચિંતા, સકારાત્મક વિચારસરણી અને ભાવનાત્મક સંતુલન અંગે માર્ગદર્શન આપ્યું હતું. બંને ક્લબના હોદ્દેદારો, કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. “સ્વસ્થ મન, સુંદર જીવન”ના સંદેશ સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો.