મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સાણંદ કૈલાશધામ આશ્રમશાળા જન્મદિવસની અનોખી ઉજવણી: જરૂરિયાતમંદ બાળકો સાથે ખુશીઓ વહેંચી

સાણંદ : જ્યોતિ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા સામાજિક સેવા અને માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યોતિ રેઝિન્સ એન્ડ એડહેસિવ્સ લિ. (EURO 7000)ની સીએસઆર પહેલ અંતર્ગત કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉત્કર્ષ પટેલે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કૈલાશધામ આશ્રમશાળા ખાતે કરી હતી.

શ્રી ઉત્કર્ષ પટેલે પોતાની માતાશ્રી તથા બંને પુત્રીઓ સાથે આશ્રમશાળાની મુલાકાત લઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બાળકોની પસંદગી મુજબ ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ આશ્રમશાળાના તમામ બાળકોને નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.   જન્મદિવસની ઉજવણીને સમાજસેવા સાથે જોડવાના આ પ્રયાસથી આશ્રમશાળાના બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે ઉત્કર્ષ પટેલે જણાવ્યું હતું કે, “સાચી જન્મદિવસની ઉજવણી એ છે, જ્યારે આપણા આનંદમાં સમાજના જરૂરિયાતમંદ બાળકો પણ સહભાગી બને.”   આ સમગ્ર કાર્યક્રમ થકી જન્મદિવસની ઉજવણીને માત્ર વ્યક્તિગત ખુશી પૂરતી સીમિત ન રાખી, જરૂરિયાતમંદ બાળકો સાથે ખુશીઓ વહેંચવાનો અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.