GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કુમકુમ આનંદધામ હીરાપુર ખાતે શ્રી મુક્તજીવન સ્વામીબાપાની 119મી જયંતી ઉજવાશે.“યુગપુરુષ શ્રી મુક્તજીવન સ્વામીબાપા" ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવશે.
રિપોર્ટેડ બાય: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 3
સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાાની 119મી પ્રાગટ્ય જયંતી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - આનંદધામ - હીરાપુર ખાતે શનિવારે 10 ઓકટોબરના રોજ ઉજવાશે.
*આ મહોત્સવ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે*, આ પ્રસંગે તા. ૧૦ ને શનિવારના રોજ સવારે ૮ - ૦૦ થી ૧૨ - ૦૦ શ્રી સ્વામિનારાયણ ભગવાનની અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ પુષ્પ, શર્કરા, પુંગીફલથી તુલાવિધિ, પંચામૃતથી મહા અભિષેક, યુવાનો દ્વારા રાસ, આદિ કાર્યક્રમો યોજાશે. શ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતોની પારાયણ કરવામાં આવશે. શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી કથામૃતનું પાન કરાવશે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સત્સંગનો લાભ લેવા ભક્તો પધારશે.
*આ ભવ્ય મહોત્સવમાં સાધુ પ્રેમવત્સલદાસજી દ્વારા તૈયાર કરવામાં આવેલી "યુગપુરુષ શ્રી મુક્તજીવન સ્વામીબાપા" નામની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવશે.*
*આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયનો તથા હિન્દુ ધર્મનો પ્રચારને પસાર કરવા માટે આફ્રિકા, યુરોપ ને અમેરિકાની ધરતી ઉપર સૌ પ્રથમ તેઓ પધાર્યા હતા અને દારૂ, માંસ, વ્યભિચાર આદિ દૂષણોથી યુક્ત પ્રજાને જ્ઞાન દાને મુક્તિ આપી છે.



