GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત, રોનક પટેલને ‘બેસ્ટ ફાર્મર્સ એવોર્ડ’
રિપોર્ટેડ બાય: હિતેશ શાહ, તલોદપ્રકાશિત :

શ્રી સી.ડી. પટેલ મહાવિદ્યામંડળના માનદ મંત્રી રોનક અજીતભાઈ પટેલને કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અને આગવી કોઠાસૂઝથી પિયત ખેતીમાં નવીનતા લાવવા બદલ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નો જિલ્લા કક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ એનાયત કરાયો છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે તેમને પ્રશસ્તિપત્ર અને પુરસ્કાર આપી સન્માનિત કરાયા. આ સિદ્ધિ બદલ સંચાલક મંડળમાં ગૌરવની લાગણી પ્રસરી છે.
