મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કાલોલમાં ગાંધીજી અને શાસ્ત્રીજીને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા મહાત્મા ગાંધીજી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી નિમિત્તે 2 ઓક્ટોબરે કોંગ્રેસ હાઉસ, સરદાર ભવન ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર સહિત પંચમહાલ જિલ્લા અને કાલોલ તાલુકાના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત સૌએ ગાંધીજી અને શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમના અંતે ભુપેન્દ્રસિંહ ખેરે ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.