મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

લાઠીના દુઘાળાના વતની પદ્મશ્રી સવજીભાઈ ઘોળકીયા દ્વારા 208 સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન ઉત્સવ નુ આયોજન

ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા દુધાળા હેતની હવેલી ખાતે સર્વ જ્ઞાતિના 208 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 208 સરોવરો અને 208 કિસના શોરૂમના નિર્માણના આનંદોત્સવ નિમિત્તે આ આયોજન કરાયું છે. ગાગડીયો અને જમકુડી નદીના કાંઠાના ગામોના જરૂરિયાતમંદ પરિવારોને સમૂહ લગ્નમાં લાભ લેવા અપીલ કરવામાં આવી છે. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આયોજન અંગે ચર્ચા કરાઈ હતી. હેતની હવેલી ખાતે ફોર્મ મેળવી શકાશે.