મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બાબરા એપીએમસીમાં ભાજપ પ્રેરીત પેનલનો ભવ્ય વિજય

અમરેલી જીલ્લાના બાબરા APMC ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો APMC ની 14 બેઠકોમાં ભાજપને 10 બેઠકો અને 3 અસંતુષ્ટો અને 1 અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા હતા ને ભાજપની સ્પષ્ટ બહુમતી મળતા ભાજપે વિજયોત્સવ મનાવ્યો હતો 

આજે બાબરા APMC ની 14 બેઠકોની ગઈકાલે ચૂંટણી થયેલ જેની આજે મત ગણતરી બાબરા APMC હોલમાં થયેલ હતી કુલ 16 રાઉન્ડની મત ગણતરીમાં વેપારી વિભાગની 4 બેઠકો માટે ભાજપ અને ભાજપના અસંતુષ્ટો વચ્ચે

 મતદાનમાં 38 મતદારોએ કરેલા મતદાનમાં ભાજપ પ્રેરિત પેનલના 2 ઉમેદવારો લલીત આંબલીયા અને ખોડીદાસ ભંડેરી જીત્યા હતા તો એક અસંતુષ્ટ એવા વિજય રાઠોડ જીત્યા હતા જ્યારે અપક્ષ રાજુ મકવાણાનો વિજય થયો હતો જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠકોમાં કુલ 21 ઉમેદવારો ઊભા રહેલા હતા જેમાં ભાજપા સામે ભાજપના અસંતુષ્ટોનો જંગ જોવા મળ્યો હતો યાર્ડના સતાધીશ ચેરમેન જીવાજી રાઠોડને ભાજપે ટિકિટ ન આપતા અસંતુષ્ટ પેનલ બનાવીને લડ્યા હતા જેમા જીવાજી રાઠોડ અને જયસુખ કલાકાણી એમ 2 અસંતુષ્ઠ બેઠકો જીતી ગયા હતા ખેડૂત વિભાગમાં કુલ 10 માંથી 8 બેઠકો ભાજપે કબજે કરી હતી ને 2 વેપારી પેનલ મળીને 10 બેઠકો ભાજપના ફાળે આવી હતી જે ભાજપ પ્રેરિતમાં ચનાભાઈ ઝાપડિયા, હિંમત પાનસુરીયા, અજીત ખોખરીયા, નિર્મલ ચાવડા, જગદીશ નાકરાણી, અશોક રાખોલીયા, રમેશ ઈશોટીયા, મહેશ ભાયાણી ચૂંટાઈ આવ્યા હતા ને જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી બાબરા APMC પહોંચ્યા હતા ને ભારત માતાકી જય ના નાદ થી વિજયોત્સવ ઉજવાયો 

બાબરા APMC માં ખેડૂત વિભાગની 10 માંથી 8 અને વેપારી વિભાગમાં 2 એમ કુલ 10 બેઠકો ભાજપે કબજે કરી હતી જ્યારે ભાજપ અસંતુષ્ટ જૂથમાં 3 અને 1 અપક્ષ વિજેતા થયા હતા ત્યારે ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ ભાજપને સ્પષ્ટ બહુમતી ખેડૂતોએ આપી હોવાનું જણાવ્યું હતું ત્યારે ચૂંટણી અધિકારી સંદીપ અણીયાળીયાએ વિજેતા ઉમેદવારો ઘોષિત કર્યા 

ભાજપ પ્રેરિત ઉમેદવારોની 14 માંથી 10 બેઠકો સાથે ભાજપે ભગાવો લહેરાવ્યો હતો ને ભાજપના અસંતુષ્ટો પણ સામે 3 બેઠકો મેળવી હતી ને 1 અપક્ષ વિજેતા થયા બાબરા APMC માં ફરી ભાજપ સત્તાસ્થાને બિરાજી ને ખેડૂત લક્ષી બાબરા માર્કેટિંગ યાર્ડ પર કબજો જમાવ્યો હતો