GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સાણંદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
રિપોર્ટેડ બાય: રિપોર્ટર ગુલાબ બૌધ્ધ, સાણંદપ્રકાશિત :
ફોટો 1 / 5
સાણંદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
સાણંદ : સાણંદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ખેડૂત પ્રતિનિધિશ્રીઓ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સભા દરમિયાન સંઘની કામગીરી, ખેડૂતોના હિતો તેમજ સહકારી ક્ષેત્રના વિકાસને લઈને ઉપસ્થિત આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંઘના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી અને હાંસલ કરેલી પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સંઘ દ્વારા ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી કામગીરી અને સંસ્થાની સતત પ્રગતિ અંગે ઉપસ્થિત ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સહકાર અને સૂચનો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.