GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
હિંમતનગરમાં Niva Bupa Health Insuranceનું આરોગ્ય જાગૃતિ અભિયાન
રિપોર્ટેડ બાય: હિતેશ શાહ, હિમતનગરપ્રકાશિત :

હિંમતનગરમાં Niva Bupa Health Insuranceનું આરોગ્ય જાગૃતિ અભિયાન
વૉકાથોનમાં મોટી સંખ્યામાં સભ્યો જોડાયા; ‘સ્વસ્થ જીવન’નો સશક્ત સંદેશ ગુંજ્યો
હિંમતનગર: સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી Niva Bupa Health Insurance દ્વારા હિંમતનગર ખાતે આરોગ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત વૉકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૉકાથોનમાં મોટી સંખ્યામાં સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો.કાર્યક્રમમાં Niva Bupa Health Insuranceના ક્લસ્ટર એરિયા હેડ–ઉત્તર ગુજરાત શ્રી તેજસ પંડ્યા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત સભ્યોનો ઉત્સાહ વધારતાં નિયમિત ચાલવું, શારીરિક રીતે સક્રિય રહેવું અને સ્વાસ્થ્યને દૈનિક જીવનની પ્રાથમિકતા બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ વૉકાથોન દ્વારા આજના દોડધામભર્યા જીવનમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો અને નિયમિત શારીરિક પ્રવૃત્તિને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સભ્યોમાં જોવા મળેલો ઉત્સાહ અને સામૂહિક જોડાણ સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતું.રોજ ચાલીએ, સ્વસ્થ રહીએ ના સંદેશ સાથે યોજાયેલું આ અભિયાન માત્ર વૉકાથોન પૂરતું સીમિત ન રહેતાં સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા આપતી સકારાત્મક પહેલ બની રહ્યું હતું.