GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ગાંભોઈ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવની ઊજવણી...
રિપોર્ટેડ બાય: હિતેશ શાહ, હિમતનગરપ્રકાશિત :

હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામના આંગણવાડી કેન્દ્ર નંબર-૧ અને ૨ ખાતે શનિવારે આંગણ ઉત્સવની ઊજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ નરેશભાઈ પરમાર, ભાજપના મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, ગાંભોઈ સરપંચ મંજુલાબેન પરમાર, ઉપસરપંચ ભગવાનદાસ ચૌધરી, તલાટી કુંતલભાઈ પટેલ, આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝર કૈલાશબેન પરમાર તથા આગેવાન ઉમંગભાઈ સુખડિયા સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો તથા આશા વર્કરોની સારી કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ બાળ તંદુરસ્તી હરીફાઈના વિજેતા બાળકોને પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા. કાર્યક્રમમાં બાળકો, ગર્ભવતી અને ધાત્રી માતાઓ તથા કિશોરીઓના આરોગ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
